- ઘનશ્યામ નાયક અંબાજી મંદિરે મા અંબાના દર્શન કરવા પહોચ્યા
- ઘનશ્યામ નાયક કેન્સરની ગાંઠની સર્જરી બાદ અંબાજી આવ્યા
- મંદિરના વહીવટદારની શુભેચ્છક મુલાકાત કરી
આ પણ વાંચોઃ હાસ્ય કલાકાર ઘનશ્યામ નાયકને (નટુકાકા) ગળામાં ગાંઠનું સફળ ઓપરેશન કરાયું
બનાસકાંઠાઃ જિલ્લાના અંબાજી મંદિરે નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક કેન્સરની ગાંઠની સર્જરી બાદ પહોંચ્યા હતાં. તેમણે અંબાજી પહોચીને મા અંબાના દર્શને કર્યા હતા. સૌ પ્રથમ મંદિરના વહીવટદારની શુભેચ્છક મુલાકાત કરી હતી અને ત્યાર બાદ માં અંબાના દર્શને કર્યા હતા. પુજારી દ્વારા તેમને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું, ત્યારબાદ માતાજીની ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી હતી.
આ પણ વાંચોઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલના નિર્માતા આસિત મોદીનો સંદેશઃ ઘરમાં જ રહીને બંદગી કરો
કોરોના એન્ટી રસી લેવા લોકોને અનુરોધ કર્યો
અંબાજી પહોંચેલા નટુકાકા ઉર્ફે ધનશ્યામ નાયકે જણાવ્યું હતુ કે, તેમને કેન્સરના રોગમાંથી મુક્તિ મળતા તેમણે રાખેલી માનતા પુરી કરવા રવિવારે અંબાજી દર્શને આવ્યા હતા. કોરોના કાળમાં નટુકાકાએ લોકોને કોરોનામાં ખાસ કાળજી રાખવા માટે જણાવ્યું હતું. તેમણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા લોકોને અનુરોધ કર્યો હતો.