અંબાજીમાં મંદિરના પુજારીની ઘટના, 2 મહીના બાદ ઝડપાયા ચાર આરોપીઓ - crime news
યાત્રાધામ અંબાજી નજીક ત્રણ કિલોમીટર દૂર આવેલા રીંછડીયા મહાદેવ મંદિરમાં થોડા દિવસ અગાઉ મહાદેવ મંદિરમાં રહેતા મહંત પૂજારીને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા મારી તેમના રહેણાંકમાંથી મોબાઈલ સહિતની અન્ય કેટલીક વસ્તુઓ લૂંટી અને ફરાર થઈ ગયા હતા.

- અંબાજીમાં રીંછડીયા મહાદેવજી મંદિરના પુજારીને લુંટની ઘટના
- બે મહીના બાદ ઝડપાયા ચાર આરોપીઓ, ચાર હજી ફરાર
- પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા
બનાસકાંઠા: રીંછડીયા મહાદેવ મંદિરના ગંભીર રીતે ઈજા પામેલા પૂજારીને પણ અંબાજીની કોટેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ બાબતે અંબાજી પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે અંબાજી પોલીસ સતત પ્રયત્નશીલ બની ચાર ટીમો બનાવી લુંટ અને મારામારીના ગુનાને અંજામ આપનારા ચાર જેટલા શખ્સોને અંબાજી પોલીસે પકડી પાડ્યા છે.
આ પણ વાંચો: વાપીમાં સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોની વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો
ચારેય આરોપીઓ રાણપુર બાજુથી બાઈક ઉપર આવતા હતા
જોકે આ બનાવમાં આઠ જેટલા આરોપી હોવાનું જાણવા મળે છે. જેમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે આ ચારેય આરોપીઓ રાણપુર બાજુથી બાઈક ઉપર આવતા અને શંકાસ્પદ જણાતા તેમને પોલીસ સ્ટેશન લાવી વધુ પુરપરછ કરી હતી. આ ચારેય આરોપીઓએ રીંછડીયા મહાદેવ મંદિરમાં કરેલા ગુનાની કબૂલાત કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેના અંદર ત્રણ આરોપીઓ રાજસ્થાનના છે. જ્યારે એક અંબાજીના કોટેશ્વરનો રહેવાસી છે. કે જેને રેકી કરાવી અને ત્રણ આરોપીઓને રાજસ્થાનમાંથી બોલાવી આ લૂંટ ધાડ અને અંજામ આપ્યો હતો. અંબાજી પોલીસે હાલ તબક્કે આ ચારેય આરોપીઓને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી વધુ આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી 4 દેશી બનાવટના બૉમ્બ સાથે આરોપી ઝડપાયો
આઠ આરોપીઓ પૈકી ચાર આરોપીને પકડી પાડેલા છે. જેમાં
(1) મીઠાભાઇ શંકરભાઇ અંગારી (રહે.જાંબુડી નળાફળી તા.આબુરોડ રાજસ્થાન)
(2) કેવળાભાઇ અણદાભાઇ અંગારી (રહે.ભાડવાફળી તા.આબુરોંડ રાજસ્થાન)
(3) હોણીયાભાઇ પુનાભાઇ અંગારી (રહે . કુકડાફળી તા.આબુરોડ રાજસ્થાન)
આ ત્રણેય આરોપીઓની પુછપરછ કરતા તેઓએ જણાવેલું કે (4) આમીરખાન મહંમદખાન પઠાણ (રહે.કોટેશ્વર તા.દાંતા જી . બનાસકાંઠા) વાળાએ અગાઉ આરોપીઓને સાથે રાખી મંદીર બતાવી રેકી કરેલી હોવાથી જેને પોસ્ટે લાવી પુછપરછ કરતા સદર ગુનાની કબૂલાત કરી હતી. જે ચારેય આરોપીઓને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.