ETV Bharat / state

અંબાજીમાં આદિવાસી આશ્રમ શાળામાં રાજ્યસભાના પૂર્વ સાસંદ દિલિપ પંડ્યાએ આધુનિક રસોડાનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આદિવાસીના સર્વાંગી વિકાસને લઈ યથાગ પ્રયાસો કરી કરી છે. ત્યારે અંબાજી વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી મજુર કલ્યાણ ટ્રસ્ટ સિધ્ધપુર દ્વારા આદિવાસી આશ્રમ શાળા ચલાવવામાં આવી રહી છે. આ શાળામાં રાજ્યસભાના પૂર્વ સાસંદ દિલિપ પંડ્યાએ આધુનિક રસોડાનું ઉદ્ઘાટન કર્યું હતું.

author img

By

Published : Mar 21, 2021, 9:41 PM IST

અંબાજીમાં આદિવાસી આશ્રમ શાળામાં રાજ્યસભાના પૂર્વ સાસંદ દિલિપ પંડ્યાએ આધુનિક રસોડાનું ઉદ્ઘાટન કર્યું
અંબાજીમાં આદિવાસી આશ્રમ શાળામાં રાજ્યસભાના પૂર્વ સાસંદ દિલિપ પંડ્યાએ આધુનિક રસોડાનું ઉદ્ઘાટન કર્યું
  • આશ્રમ શાળામાં આધુનિક રસોઈ ઘરનું નિર્માણ કરાયું
  • રાજ્યસભાના પૂર્વ સાસંદ દિલિપ પંડ્યાએ ઉદ્ઘાટન કર્યું
  • આદિવાસી લોકનૃત્ય સાથે તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું

બનાસકાંઠાઃ જિલ્લામાં દાંતા તાલુકાના અંબાજી વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી મજુર કલ્યાણ ટ્રસ્ટ સિધ્ધપુર દ્વારા આદિવાસી આશ્રમ શાળા ચલાવવામાં આવી રહી છે. 150 જેટલા વિદ્યાર્થીઓ કુમાર ધોરણ 6થી 8 મા અભ્યાસ કરી રહ્યા છે. આ આશ્રમ શાળામાં દાતા તરફથી દાન મળતા આધુનિક રસોઈ ઘરનું નિર્માણ કરાયું છે.

બે પુસ્તકોનું વિમોચન કરાયું

રાજ્યસભાના પૂર્વ સાસંદ દિલિપ પંડ્યા અંબાજી આવ્યા હતા, જ્યા આદિવાસી લોકનૃત્ય સાથે તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું. આ તકે પૂર્વ સાંસદ દિલીપ પંડ્યાએ આદિવાસી આશ્રમ ખાતે આધુનિક રસોડાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ આદિવાસી આશ્રમ શાળા ખાતે સંસ્થા લિખિત ગુંજન અને ઉજાસ નામના બે પુસ્તકોનું વિમોચન પણ કરાયું હતું. 21 માર્ચના રોજ કવિતા દિવસ હોવાથી ઉપસ્થિત રહેલા કવિ તેમજ લેખકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. દિલિપ પંડ્યાએ આ આશ્રમ શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.