- કોરોના વાઈરસની મહામારીમાં દેશના વડાપ્રધાન દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું
- જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા તમામ રોજગાર બંધ કરી દેવામાં આવ્યા હતા
- ગુજરાતમાં સૌપ્રથમવાર સેનીટાઇઝર મશીન ડીસામાં લાવવામાં આવ્યું હતું
- બહારથી આવતા તમામ લોકો માટે રહેવા તેમ જ જમવા માટેની સુવિધા પુરી પાડવામાં આવી
- કોરોના વાયરસની મહામારીમાં દેશના વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું લોકડાઉન
બનાસકાંઠાઃ એક વર્ષ અગાઉ એટ્લે કે 22 માર્ચ. 2020ના રોજ દેશના વડાપ્રધાને ભારતમાં જનતા કરફ્યૂની જાહેરાત કરી હતી અને એક દિવસ માટે સમગ્ર દેશને બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટનાને એક વર્ષ પૂરું થયું છે. વર્ષ 2020ની શરૂઆત સાથે કોરોનાં નામના ખતરનાક વાઈરસે ચીનના વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં પગ પેસારો કરવાની શરૂઆત કરી હતી. ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઈરસે લોકોની જીવન શૈલી બદલી નાંખી અને લોકડાઉનને પગલે સમગ્ર વિશ્વની ગતિ પણ થંભી થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ લોકડાઉનને એક વર્ષ પૂર્ણ, સાંભળો કોરોના વોરિયર્સની જુબાની
ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો
ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ કેરળમાં 30 જાન્યુઆરીએ નોંધાયો હતો. ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ 19 માર્ચના રાજકોટમાં નોંધાયો હતો. જે ગતિથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું તેને લઈ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેમાઈઝેશને પણ કોરોનાને મહામારી જાહેર કરી દીધી હતી. ભારતમાં જ્યારે કોરોનાનો પ્રથમ કેસ આવ્યો ત્યારે દેશના લોકો કોરોનાની બીમારીથી અજાણ હતા. માર્ચ માહિનામાં ભારતમાં કોરોનાના કેસો વધવા માંડતા દેશના વડાપ્રધાને 22 માર્ચના દિવસે જનતા કરફ્યૂની જાહેરાત કરી હતી.
લોકડાઉન લગાવવાનો એક ગર્ભિત ઈશારો
વડાપ્રધાનની આ જાહેરાત આગામી સમયમાં વિશ્વની સહુથી મોટી લોકશાહીમાં લોકડાઉન લગાવવાનો એક ગર્ભિત ઈશારો હતો. વડાપ્રધાને કરેલી જાહેરાતને પગલે દેશવાસીઓએ જનતા કરફ્યૂને જોરદાર સમર્થન આપ્યું અને સમગ્ર દેશ એક દિવસ માટે સજ્જડ બંધ રહ્યો હતો. ભારતમાં કોરોના વાઈરસ આતંક મચાવે તે પહેલા ભારતે મેડિકલ ક્ષેત્રમાં પૂરેપુરી તૈયારી કરી લેવી જરૂરી હતી અને એટલા જ માટે વડાપ્રધાને એક દિવસીય જનતા કરફ્યૂમાં જનતાનો મિજાજ જાણીને 24 માર્ચની રાત્રે 12 વાગ્યાથી 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉન અને અનેક પાબંદીઓ સાથે વિતેલા 2020માં લોકડાઉનની શરૂઆત 22 માર્ચના થઈ હતી. ત્યારબાદ દેશમાં વધી રહેલા કોરોનાના કેસોના કારણે વડાપ્રધાન દ્વારા લોકડાઉન વધારવામાં આવ્યું હતું.
જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું
કોરોના વાઈરસની મહામારીમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકામાં પ્રથમ કોરોના વાઈરસનો કેસ નોંધાતાની સાથે જ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. જોત જોતામાં આ કેસોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જેમ જેમ બહારથી આવતા લોકોના સેમ્પલ લેવાની શરૂવાત કરવામાં આવી તેમ તેમ સતત કોરોના વાઈરસના કેસમાં વધારો જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસોના કારણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા તમામ ધંધા-રોજગાર બંધ કરી સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે ગરીબ પ્રજાને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવાનો સમય આવ્યો હતો.
આ પણ વાંચોઃ કોરોના કાળમાં ભારતમાં લોકડાઉન બાદના એક વર્ષ પર નજર
ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કોરોના વોરિયર્સ તરીકે સાબિત થાય
કોરોના વારઈરસની મહામારીમાં દેશના વડાપ્રધાન દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેની અસર તમામ લોકો પર જોવા મળી હતી. લોકડાઉન જાહેર કરતાની સાથે જ લોકો બહારથી પોતાના વતન તરફ વળ્યા હતા, જેના કારણે સતત કોરોના વાઈરસની મહામારીમાં સંક્રમણ વધતા કેસોમાં વધારો થયો હતો. ડીસામાં પણ કોરોનાનો પ્રથમ કેસ અમદાવાદથી આવેલી એક મહિલાને થયો હતો. જેના કારણે સમગ્ર ડીસા શહેરનું વહીવટી દોડતું થયું હતું અને જોતજોતામાં ડીસા શહેરમાં કોરોનાવાયરસના કેસોમાં પણ સતત વધારો થયો હતો. જેના કારણે તમામ વિસ્તારોને લોકડાઉન કરવામાં આવ્યું હતું.
લોકડાઉન જાહેર કરતાની સાથે જ તમામ ધંધા-રોજગાર બંધ થઈ ગયા
લોકડાઉન જાહેર કરતાની સાથે જ તમામ ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા. રસ્તા ઉપર માત્ર પોલીસ કર્મીઓ જોવા મળતા હતા, રસ્તાઓ કોરોના વાઈરસની મહામારી ભયંકર હતી. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. આવા કપરા સમયમાં ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ સોની દ્વારા લોકોના ઘરે ઘરે જઈ કરિયાણું આપવાની શરૂઆત કરવામાં આવી હતી. સવારે તમામ લોકોના ઘરે દૂધ પહોંચાડવાની પણ વ્યવસ્થા કાંતિભાઈ દ્વારા કરવામાં આવી હતી. આમ જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી ડીસા શહેરના તમામ જનતાને તમામ પ્રકારની સુવિધાઓ કાંતિભાઈ સોની દ્વારા પૂરી પાડવામાં આવી હતી. પોતાના પરિવારની પણ પરવા કર્યા વગર કાંતિભાઈ સોની લોકોના વહારે આવ્યા હતા અને કોરોના વાઈરસની મહામારીમાં કાંતિભાઈ સોની દ્વારા કરવામાં આવેલી મદદના કારણે આજે પણ લોકો તેમને યાદ કરી રહ્યા છે.
બહારથી આવતા તમામ લોકો માટે રહેવા તેમ જ જમવા માટેની સુવિધા કરવામાં આવી
કોરોના વાઈરસની મહામારીમાં દેશના વડાપ્રધાન દ્વારા લાંબા સમયગાળા સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે બહારના રાજ્યમાં સ્થાઈ થયેલા લોકો પોતાના વતન તરફ વળ્યા હતા. તેમના માટે જમવાની સુવિધા ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ સોની દ્વારા કરવામાં આવી હતી. બહારના રાજ્ય અને જિલ્લામાં ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા અને કોરોના વાઈરસની મહામારીમાં ડીસા આવતા તમામ લોકોને રહેવા માટે શહેરની એ. સી. ડબલ્યુ. સ્કૂલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ તમામ લોકોને જમવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ લોકોના કોરોના રિપોર્ટ થયા બાદ પોતાના ઘરે મૂકવા સુધીની સુવિધાઓ કરવામાં આવી હતી. આમ બહારથી આવતા તમામ લોકો માટે રહેવા અને જમવાની તમામ સુવિધા કાંતિભાઈ સોની દ્વારા કરવામાં આવી હતી.
કોરોના વાઈરસની મહામારીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું
2020ના વર્ષમાં એક તરફ કોરોના વાઈરસની મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો તો ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ સોની કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવ્યા હતા સતત વધી રહેલા કોરોના વાઈરસની મહામારીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. આ સમયે કાંતિભાઈ સોની પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ લોકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરતા નજરે પડ્યા હતા. ડીસા શહેરને સેનીટાઇઝર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે સ્થળો પર લોકોની સૌથી વધુ અવરજવર રહેતી હતી તે સ્થળો અને તમામ જાહેર સ્થળોને સેનિટાઇઝ કરવાની શરૂઆત ગુજરાતમાં પ્રથમવાર કરવામાં આવી હતી. ગુજરાતમાં સૌપ્રથમવાર સેનિટાઇઝર મશીન ડીસામાં લાવવામાં આવ્યું હતું અને સેનિટાઇઝર મશીન દ્વારા ડીસા શહેરને સંપૂર્ણપણે સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. જેના કારણે કોરોના વાઈરસ અટકી શકે.
કોરોના વાઈરસનો સમય બહુ ભયંકર હતોઃ કાંતિભાઈ સોની
આ અંગે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ સોની ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોના વાઈરસનો સમય બહુ ભયંકર હતો, તે સમયે શું કરવું તે કોઈને ખબર પડતી ન હતી. આ સમયે બહારથી આવતા તમામ લોકો માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ગુજરાતમાં સૌપ્રથમવાર સેનિટાઈઝર મશીન ડીસામાં લાવી ડીસા શહેરને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. કોરોના વાઈરસની મહામારીમાં લોકો માટે શાકભાજી દૂધ તેમજ કરિયાણાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.