ETV Bharat / state

ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇનું FB એકાઉન્ટ હેક, નાણાંની કરી માંગણી - ડીસાના પૂર્વ ધારાસભ્યનું ફેસબુક એકાઉન્ટ હેક

ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇનું હેકરે એકાઉન્ટ હેક કરી સગા સંબંધીઓ પાસેથી રૂપિયાની માંગણી કરાતા જેને લઇને આ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

ડીસા
ડીસા
author img

By

Published : Jun 20, 2020, 6:54 PM IST

ડીસા: બનાસકાંઠામાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં કોઈ અજાણ્યા હેકરે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક કરી મેસેન્જર સેવા મારફતે તેમના સગા સંબંધીઓને મેસેજ કરી રૂપિયાની માંગણી કરતા પૂર્વ ધારાસભ્ય હરકતમાં આવી ગયા છે.

ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત જમીન વિકાસ નિગમના ડીરેકટર ગોવાભાઇ દેસાઇનું ફેસબુક એકાઉન્ટ દ્વારા મેસેન્જર સેવા મારફતે અજાણ્યા શખ્સે તેના મિત્ર વર્તુળ અને સગા-સંબંધીઓને પૈસાની માંગણી કરતા મેસેજ કર્યા હતા. ગોવાભાઇ રબારીના ફોટા સાથેના મેસેન્જર સેવાના માધ્યમથી અજાણ્યા શખ્સે તેમના સંબંધીઓને મિત્રોને મેસેજ કરી તેઓને paytm કે નેટબેન્કિંગ યુઝ કરો છો તેવા મેસેજ કર્યા હતા.

ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇનું FB એકાઉન્ટ હેક, નાણાંની કરી માંગણી

જો સામેથી જવાબ મળે તો મારે અર્જન્ટ વીસ કે ત્રીસ હજાર રૂપિયાની જરૂર છે તેમ જણાવી એક મોબાઈલ નંબર આપ્યો હતો અને જેમાં લખેલું છે કે, આ નંબર વર્ષાના નામથી હશે તમે તેમાં અર્જન્ટ પૈસા ટ્રાન્સફર કરો હું તમને કાલે સવારે પરત આપી દઈશ.

આ પ્રકારના હિન્દીમાં લખાયેલા મેસેજ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇના અનેક સગા સંબંધીઓ મિત્રો પાસે પહોંચતા તેઓ પણ અચરજ પામી ગયા હતા અને તેઓને ફોન પર ખરાઇ કરતા તેઓનો ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનું જાણવા મળ્યું હતું.

જો કે, આ દરમિયાન અનેક લોકોના ફોન ઇન્કવાયરી માટે ચાલુ થતા ગોવાભાઇ દેસાઇ હેરાન પરેશાન થઇ ગયા હતા. આ બાબતે તેમનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ તેમનું whatsapp એકાઉન્ટ હેક થયું હતું. જ્યારે અત્યારે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક કરી કોઈ શખ્સ લોકો પાસે પૈસાની માગણી કરી રહ્યો છે. આ બાબતે તેઓ સાઇબર ક્રાઈમ સેલમાં ફરિયાદ પણ કરવાના છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.