ETV Bharat / state

બનાસકાંઠા: ડીસાના GIDC વિસ્તારમાં ફૂડ વિભાગના દરોડા - સુગર મીલમાં ભેળસેળ

ડીસા: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલી સુગર મીલમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદના પગલે ડીસા ફૂડ વિભાગે બુધવારના રોજ દરોડા પાડયા હતા. જેમાં શંકાસ્પદ અખાદ્ય સાકરીયાના સેમ્પલ લઇ 700 કિલો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો હતો.

ડીસાના GIDC વિસ્તારમાં ફૂડ વિભાગના દરોડા
ડીસાના GIDC વિસ્તારમાં ફૂડ વિભાગના દરોડા
author img

By

Published : Nov 27, 2019, 11:17 PM IST

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી GIDC વિસ્તારમાં અનેક વસ્તુઓનું ભેળસેળ થતું હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ડીસાના GIDC વિસ્તારમાં ભેળસેળ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી અનેકવાર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, પરંતુ થોડો સમય બાદ ફરીથી આ વેપારીઓ ભેળસેળ કરવાનું ચાલુ કરી દેતા હોય છે.

ડીસાના GIDC વિસ્તારમાં ફૂડ વિભાગના દરોડા

ડીસાની GIDC વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ તેલ, ડુપ્લિકેટ ગોળ, ડુપ્લિકેટ સિંગ, ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટખાંડ, ડુપ્લિકેટટ ચાપત્તી, ડુપ્લિકેટ કોપરેલ તેલ, ડુપ્લિકેટ સાકરીયા જેવી અનેક ચીજ વસ્તુ બને છે. બજારોમાં મોટા ભાવે વેચવામાં પણ આવે છે.આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા તપાસ કર્યા બાદ ફરીથી વેપારીઓ ધંધો શરૂ કરી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીસાના GIDC વિસ્તારમાં સાકરીયા અને હારડા બનાવતી મિલોમાં ડુપ્લિકેટિંગ થતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી હતીય જે બાદ પાલનપુર ફૂડ વિભાગની ટીમે ડીસા GIDC વિસ્તારમાં આવેલી અંબિકા સુગર કેન્ડી બેટરીમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.

પાલનપુરના અધિકારીઓએ તપાસ કરતા શંકાસ્પદ આખાદ્ય સાકરીયાનો જથ્થો મળી આવ્યો હતો, જે બાદ અધિકારીઓએ સાકરીયાના સેમ્પલ લઇ લેબમાં તપાસ માટે મોકલ્યા હતા. 700 કિલો અખાદ્ય વસ્તુઓને સીઝ કરવામાં આવી છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક લોકેશન.. ડીસા.બનાસકાંઠા રીપોર્ટર.. રોહિત ઠાકોર તા.27 11 2019 એન્કર.. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલી સુગર મીલ માં ભેળસેળ થતી હોવાની ફરિયાદના પગલે ડીસા ફુડ વિભાગે આજે દરોડા પાડયા હતા.જેમા શંકાસ્પદ અખાદ્ય સાકરીયા ના સેમ્પલ લઇ ૭૦૦ કિલો જથ્થો ફુડ વિભાગે સીઝ કર્યો હતો

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી જીઆઇડીસી વિસ્તારમાં અનેક વસ્તુઓનું ભેળસેળ થતું હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં ભેળસેળ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી અનેકવાર જથ્થો જપ્ત કરવામાં આવ્યા છે પરંતુ થોડો સમય વીત્યા પછી ફરીથી આ વેપારીઓ ભેળસેળ કરવાનું ચાલુ કરી દેતા હોય છે ડીસાની જીઆઇડીસી વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડુબલીકેટ તેલ,ડુબલીકેટ ગોળ, ડુબલીકેટ સિંગ, ડુબલીકેટ ઘી, ડુપ્લીકેટ ખાંડ, ડુબલીકેટ ચાપત્તી, ડુપ્લીકેટ કોપરેલ તેલ, ડુપ્લીકેટ સાકરીયા જેવી અનેક ચીજ વસ્તુ બને છે અને બજારોમાં મોટા ભાવે વેચવામાં પણ આવે છે.આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા તપાસ કર્યા બાદ ફરીથી વેપારીઓ ધંધો શરૂ કરી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં સાકરીયા અને હારડા બનાવતી મિલોમાં ડુપ્લિકેટિંગ થતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી હતી જેને પગલે આજે પાલનપુર ફૂડ વિભાગની ટીમે ડીસા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી અંબિકા સુગર કેન્ડી બેટરી માં ઓચિંતી તપાસ હાથ ધરી હતી જેમાં બનાસકાંઠા જિલ્લા પાલનપુરના અધિકારીઓએ તપાસ કરતા શંકાસ્પદ આ ખાદ્ય સાકરીયા નો જથ્થો મળી આવ્યો હતો જેથી અધિકારીઓ સાકરીયા ના સેમ્પલ લઇ લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે ત્યારે ૭૦૦ કિલો અખાધ્ય ચીજ કર્યો છે વિભાગની કડક કાર્યવાહી અન્ય ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.. બાઈટ.. એસ કે પ્રજાપતિ ( ફુડ ઇન્સપેકટર, પાલનપુર )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.