- શહેરમાં ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરવા જિલ્લા પોલિસ તંત્ર સજ્જ
- પાલનપુર શહેરના તમામ જાહેરમાર્ગો પર ફ્લેગમાર્ચ દ્વારા પ્રજાને ભયમુક્ત મતદાનની કરાઈ અપી
- ખુદ જિલ્લા પોલીસ વડા તરુણ દુગગલ પણ જોડાયા ફ્લેગ માર્ચમાં
બનાસકાંઠા: જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આગામી રવિવારે પાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે, ત્યારે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વ દ્વારા કોઈ પણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે હેતુથી ફ્લેગ માર્ચનું આયોજન કરાવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા પણ રેલીમાં જોડાયા
ફ્લેગ માર્ચમાં જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ પણ જોડાયા હતા. આ રેલીના ઉદેશ્ય અંગે જિલ્લા પોલિસ વડાએ જણાવ્યું હતું કે, મતદાતાઓ નિર્ભિકપણે મતદાન કરે તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.