બનાસકાંઠાઃ ખેતી આધારિત બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકોનું ગુજરાત ખેતી દ્વારા જ ચાલે છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂત એક પછી એક નુકસાન વેઠતો આવી રહ્યો છે. ત્યારે દર વર્ષે સરકાર દ્વારા ખેડૂતોને રાહત રીતે સહાય ચુકવવામાં આવે છે. ખેડૂતને પણ ખેતીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાકમાં આવતી નુકસાનીને કારણે વધુ દેના બેન્કમાં પાક ધિરાણ લેવાનું શરૂ કર્યું છે.
પાક ધિરાણના કારણે ખેડૂતોને દર વર્ષે ખેતીમાં થતા નુકસાન સામે આર્થિક રાહત મળે છે. ત્યારે ધાનેરામાં પાક ધિરાણના પૈસા ભરવા આવેલા ખેડૂતના થેલાને ચિરો મારી થેલાની ઉઠાંતરી કરીને ચોરીની કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ધાનેરાના વિસ્તારમાં રહેતા શૈલેષ જોશી પાક ધિરાણના પૈસા ભરવા માટે દેના બેન્કમાં આવ્યા હતા.
શૈલેષ પોતાની પાસે દોઢ લાખ રૂપિયા કાળા કલરની થેલીમાં લઈને પાક ધિરાણ ભરવા દેના બેન્કમાં આવ્યા હતા. જો કે, આ દરમિયાન અજાણ્યા ગઠિયો તેમના થયેલાને ચિરો મારી તેમાંથી 50 હજાર રૂપિયાની તફડંચી કરી ફરાર થઈ ગયો હતો. જ્યારે શૈલેષ જોષી નાણા ભરવા માટે કેશ કાઉન્ટર પર ગયા ત્યારે ઘટનાની જાણ થતાં જ તેઓ હતપ્રત બની ગયા હતા. શૈલેષે તાત્કાલિક દેના બેન્કના મેનેજર અને ધાનેરા પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ કરતા થેલાને ચિરો મારી પૈસાની ઉઠાંતરી કરતો ઈસમ બેન્કના CCTVમાં કેદ થઈ ગયો હતો. જેથી પોલીસે અજાણ્યા ફરાર ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં બનેલી ચોરીની અન્ય ઘટનાઓ
ડીસાના અમન પાર્ક સોસાયટીમાં 15 લાખની ચોરી કરી ચોરો પલાયન
28 ઓગસ્ટ - બનાસકાંઠા: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઇરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. આ તરફ સમગ્ર ભારતભરમાં પણ કોરોના વાઇરસની મહામારીને લઈ હાલમાં કેટલાય પરિવારો માંડ માંડ પોતાના ધંધા-રોજગાર કરી રહ્યા છે. તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસને લઈને તમામ ધંધા રોજગારો થઈ ગયા છે. ત્યારે આવા સમયે જિલ્લાના અનેક તાલુકાઓમાં ચોરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ એક પછી એક ચોરીની મોટી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. દિવસેને દિવસે વધતી જતી ચોરીની ઘટનાઓને જોતા સ્પષ્ટ પણે કહી શકાય કે, ચોરોને કોઈ જ પ્રકારનો પોલીસનો ડર ન રહ્યો હોય તેમ રાત્રિના સમયે લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.
ડીસા શહેરમાં બંધ મકાનમાંથી 3.5 લાખની મત્તાની ચોરી
4 ઓગસ્ટ - ડીસા શહેરમાં હાઈવે પર આવેલી આકાશ વિલા સોસાયટીમાં મંગળવારે અજાણ્યા તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરવામાં આવી હતી. જેમાં મકાનમાં રહેલા સોના-ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની મતાની ચોરી થઈ હતી.
ડીસામાં ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી 80 હજારની ચોરી કરી
23 જુલાઈ - બનાસકાંઠા: જિલ્લામાં ચોરોને લોકડાઉન ખુલ્યા બાદ જાણે ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ જોવા મળી રહ્યું છે. કોરોના વાઇરસની મહામારીમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. કોરોના વાઇરસની મહામારીના કારણે અનેક લોકોની સ્થિતિ કફોડી બની ગઇ હતી. કોરોના વાઇરસની મહામારીથી બચવા માટે દેશના વડાપ્રધાન દ્વારા જે લોકડાઉન આપવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોને રોજગારી ન મળતા પોતાના વતનની વાટ પકડી હતી. ભાડાના મકાનમાં રહેતા લોકો પોતાના પરિવાર સાથે જેમ તેમ કરી નીકળી ગયા હતાં. આવા સમયનો લાભ લઈ ચોરોએ બનાસકાંઠા જિલ્લાના અનેક મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.
ડીસાના ભોંયણ ગામે કરિયાણાની દુકાનમાં 60 હજારથી વધુના સામાનની ચોરી
28 એપ્રીલ - બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોંયણ ગામે મોડી રાત્રે કરિયાણાની દુકાનમાં તસ્કરોએ 60 હજારથી વધુના સામાનની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. દુકાન માલિકને ચોરીની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા: અકસ્માતગ્રસ્તોના કિંમતી માલસામાનની એક શખ્સે ચોરી કરી
19 મે - બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર હાઇવે પર લોકડાઉન દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. તેમજ 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે દરમિયાન આ ઇજાગ્રસ્તોનેે મદદ કરવાના બહાને એક ઈસમ તેમના માલ સામનની ચોરી કરી ગયો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતા પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને મુદામાલ સહિત ઝડપી પાડ્યો હતો.
બનાસકાંઠામાં ધાનેરા પોલીસે રાજ્યમાં વાહન ચોરતી ગેંગને ઝડપી
4 જૂન - બનાસકાંઠા: જિલ્લામાં વાહન ચોરીના બનાવો બનતા પોલિસવડા દ્વારા તમામ ચેકપોસ્ટો પર વાહન ચેકિંગ તેમજ પુછપરછ કરવા સુચના અપાઇ હતી, જેને પગલે બુધવારે શંકાસ્પદ જણાતા ત્રણ ઇસમોને પોલીસે પકડીને ઉલટ તપાસ કરતાં મોટા પ્રમાણમાં વાહન ચોરીના ગુનાઓની કબુલાત કરી હતી.