ETV Bharat / state

મગફળી ખરીદી બંધ થવાની અફવા સાંભળી દોડ્યાં ખેડૂતો, દાંતા સરકારી ગોડાઉન તરફ દોટ

ગુજરાતમાં રાજ્ય સરકારે મગફળીની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કર્યા તેની ખેડૂતો ખુશી અનુભવી રહ્યાં છે, પરંતુ દાંતા તાલુકાના સરકારી ગોડાઉનમાં મગફળીની ખરીદી બંધ થવાની અફવાએ જોર પકડતાં ખેડૂતો પોતાની મગફળી વેચવા દોટ મૂકી દીધી છે.

મગફળી ખરીદી બંધ થવાની અફવા સાંભળી દોડ્યાં ખેડૂતો, દાંતા સરકારી ગોડાઉન તરફ દોટ
મગફળી ખરીદી બંધ થવાની અફવા સાંભળી દોડ્યાં ખેડૂતો, દાંતા સરકારી ગોડાઉન તરફ દોટ
author img

By

Published : Nov 7, 2020, 3:53 PM IST

  • દાંતા સરકારી ગોડાઉનમાં મગફળી ખરીદી અંગે ફેલાઈ અફવા
  • મગફળી ખરીદી બંધ થવાની ફેલાઈ ગઈ અફવા
  • ખેડૂતોએ પોતાની મગફળી લઇ ગોડાઉન તરફ દોટ મૂકી

બનાસકાંઠાઃ દાંતા તાલુકામથકે એક સપ્તાહથી સરકારી માલ ગોડાઉનમાં નિયત કરેલા ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદાઈ રહી છે. જેની રોજિંદી આવક કરતાં આજે શનિવારે એકાએક ખેડૂતોનો ધસારો ગોડાઉન તરફ જોવા મળ્યો હતો. સરકારી ગોડાઉનમાં એક જ દિવસમાં 1500 બોરી ઉપરાંતની આવક થઇ છે. જો કે, દાંતા તાલુકામાં 693 જેટલા ખેડૂતોના રજિસ્ટ્રેશન થયાં હતાં. જેમાં 150 ખેડૂતો મગફળી આપી ચૂક્યાં છે અને બાકીના ખેડૂતોને પણ મેસેજ કરી દેવાયા હતા, પરંતુ નેટવર્કના પ્રશ્ને મેસેજ ન પહોંચતા તાલુકાને ખેડૂતોમાં હવે મગફળીની ખરીદી બંધ થવાની છે તેવી અફવા એ જોર પક્ડયું હતું. આ સમગ્ર બાબતને ગોડાઉન મેનેજરે માત્ર અફવા જ ગણાવી છે. તેમણે મગફળીની ખરીદી સરકારે નિયત કરેલા 90 દિવસ સુધી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મગફળીની ખરીદી સરકારે નિયત કરેલા 90 દિવસ સુધી થશે
  • માલ ગોડાઉનનો સ્ટાફ અને કાંટા વધારવા માગણી

હાલ તબક્કે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે તેનાથી ખેડૂતો ખુશ છે અને પોષણક્ષમ ભાવો પણ ખેડૂતોને મળી રહ્યાં છે, પરંતુ જે રીતે ખેડૂતો પોતાની મગફળીને લઈ માલ ગોડાઉને પહોંચી રહ્યાં છે તે જોતાં ગોડાઉનનો સ્ટાફ ઓછો હોવાનું લાહી રહ્યું છે. વધુ સમય ન બગડે તે માટે વધુ સ્ટાફ રાખવા અને મગફળી તોલવા વધુ કાંટા મુકવાની પણ માગ કરી રહ્યાં છે. જેથી ખેડૂતો પોતાનો માલ વહેલાસર ભરાવી શકે.

  • બજારભાવ ઘટતાં ખેડૂતો સરકારી ગોડાઉન તરફ વળ્યાં

જો કે, શરૂઆતમાં ખેડૂતોને બજારમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળતાં પોતાનો માલ બજારમાં વેચ્યો હતો, પરંતુ ત્યારબાદ બજારના ભાવ ઘટતાં હાલ ટેકાના ભાવે સરકારી ગોડાઉનમાં પોતાની મગફળી ભરાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.