ETV Bharat / state

ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખવા માટે કર્યું વિરોધ પ્રદર્શન

author img

By

Published : Dec 28, 2020, 7:39 AM IST

Updated : Dec 28, 2020, 7:55 AM IST

બનાસકાંઠામાં લાખણી ખાતે ફરી એકવાર ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં લાખણી તાલુકાના ખેડૂતો કેનાલ પર જઈ રામધૂન વગાડી સરકાર સામે વિરોધ દર્શાવતા પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી.

ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખવા માટે કર્યું વિરોધ પ્રદર્શન
ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખવા માટે કર્યું વિરોધ પ્રદર્શન
  • બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે સમસ્યા
  • લાખણીના ખેડૂતોનું પાણી માટે આંદોલન
  • જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
  • બનાસકાંઠા જિલ્લામાં પાણી વગર ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠા : જિલ્લો એ વર્ષોથી સૌથી મોટી પાણીની સમસ્યાનો સામનો કરતો આવ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં જીવાદોરી સમાન ત્રણ મોટા મુખ્ય જળાશયો આવેલા છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયોમાં પાણી નહિવત હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીની મોટી તંગી સર્જાઇ હતી. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોને ખેતી કરવા અને લોકોને પીવા માટે પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા નર્મદાની સુજલામ સુફલામની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ નહેરના પાણી મારફતે છેવાડાના માનવી સુધી પાણી ના પહોંચતા હાલ સરહદી વિસ્તારના ખેડૂતો પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં પણ નર્મદાની કેનાલ આવેલી છે. પરંતુ આ કેનાલમાં પાણી ના આવતા આજુબાજુના વિસ્તારોના ખેડૂતો મોટી સંખ્યામાં પાણી વગર હાલાકી ભોગવી રહ્યા છે. અનેકવાર ખેડૂતો દ્વારા પાણી માટે રજૂઆત કરવામાં પણ આવી છે.

લાખણીના ખેડૂતોનું પાણી માટે આંદોલનબનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે. આ કેનાલ બનાવ્યા બાદ અત્યાર સુધી માત્ર પાંચ વખત ખેડૂતોને આ કેનાલ મારફતે પાણી આપવામાં આવ્યું છે. વળી મોટા ભાગના તાલુકાઓમાં પાણીના તળ ઉંડા જતા ખેતીમાં સિંચાઇ માટે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેવામાં અહીંના ખેડૂતોએ વારંવાર સરકારમાં રજૂઆત કરી સુજલામ સુફલામ કેનાલ મારફતે ખેડૂતોને પાણી મળે તે માટે માંગણી કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા આ બાબતે કોઈ જ વિચાર કરવામાં ન આવતા અને કેનાલમાં પાણી ન નાખતા કંટાળેલા ખેડૂતો એ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. લાખણી તાલુકાના 300 જેટલા ખેડૂતો કોરીકટ પડેલી કેનાલમાં જઈ રામધૂન બોલાવી સરકાર સામે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોની માંગણી છે કે, આ વિસ્તારમાં દિવસેને દિવસે પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે, અહીં લોકોનો મુખ્ય વ્યવસાય પણ ખેતી હોવા છતાં પણ અનેક ખેડૂતોના ખેતરો પાણી વગર કોરાકટ પડ્યા છે. ત્યારે આ કેનાલ મારફતે પાણી મળે તો ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે અને તેમનું જીવનધોરણ પણ સુધરી શકે તેમ છે.

જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

ખેડૂતોએ કેનાલ પર જઈ સરકાર વિરોધી પ્રદર્શન કરતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી ખેડૂતોની અટકાયત કરી તેમને વિરોધ કરતા રોક્યા હતા. એક તરફ કૃષિ બિલ મામલે સમગ્ર દેશમાં ઘીરે ધીરે ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કેનાલમાં પાણી નહીં આપવામાં આવે તો આગામી સમયમાં અહીં પણ સરકારે ખેડૂતોના મોટા આંદોલનનો સામનો કરવો પડશે.

બનાસકાંઠા જિલ્લામાં પાણી વગર ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠા જિલ્લો એ મોટા ભાગે ખેતી આધારિત જિલ્લો છે. પરંતુ વર્ષોથી બનાસકાંઠા જિલ્લો પાણી માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પાણીની સૌથી મોટી વિકટ સમસ્યા સરહદી વિસ્તારોમાં જોવા મળે છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના લોકો પાણી માટે દૂર દૂર સુધી ભરવા માટે નજરે પડતા હોય છે. આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ગામડાઓ છે કે, જ્યાં પાણીની મોટી સમસ્યા જોવા મળી રહી છે. બીજી તરફ ખેડૂતો પણ વર્ષોથી પોતાની ખેતી માટે પાણીનું આંદોલન કરી રહ્યા છે તેમજ અનેકવાર સરકારમાં પાણી મેળવવા માટે રજૂઆત કરી છે. પરંતુ ખેડૂતોને હજુ સુધી પાણી ન મળતાં હવે ખેડૂતોને ખેતી કરવા માટે પાણીનું આંદોલન કરવું પડી રહ્યું છે.

Last Updated : Dec 28, 2020, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.