- વાવ તાલુકાના માવસરી ગામના ખેડૂતોએ કેનાલ પર ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો
- માવસરી ગામના ખેડૂતોએ નર્મદા કેનાલ પર ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો
- પચ્ચીસ દિવસથી સિંચાઈનું પાણી ખેતર સુધી ન આવતા ખેડૂતોમાં રોષ
- બે દિવસમાં પાણી નહીં મળે તો જોઈ લઈશુંઃ ખેડૂતો
બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા કેનાલો બનાવવામાં આવી છે પણ આજ કેનાલોમાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તારના ગામડાઓમાં ખેડૂતો પાણી માટે રાત દિવસ પાણીની વાટ જોતા હોય છે, પરંતુ પાણી ન મળતા આખરે ખેડૂતો કંટાળીને ઘરે જતા રહે છે. જોકે વાત કરવામાં આવે તો વાવના માવસરી ગામના ખેડૂતોને છેલ્લા કેટલાય દિવસથી આકોલી ડિસ્ટ્રિબ્યૂટર કેનાલમાંથી પસાર થતી માવસરી માઈનોર ચારમાં આજે 200 જેટલા ખેડૂતો કેનાલ પર ઢોલ વગાડીને કુંભકરણની નિંદ્રામાં સુઈ રહેલી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
સરહદી તાલુકા વાવના ખેડૂતો પાણી નહીં મળતા કેનાલ પર ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો માઈનોર ચારમાં પાણી છોડો, નહીં તો ઉપવાસ પર બેસીશુંઃ ખેડૂતોવાવ અને સૂઈ ગામ તાલુકાના કેટલાક એવા ગામડાઓ છે. જ્યાં નર્મદા નિગમ દ્વારા કેનાલ તો બનાવવામાં આવે પણ પાણી ન મળતા કેનાલ કોરિધાકોર જોવા મળી રહી છે. જોકે વાત કરવામાં આવે તો વાવ તાલુકાના સરહદી વિસ્તારના ગામડાઓની માવસરી ચંદનગઢ ગામડી ચોથાનેસડા લોદ્રાણી નાળોદર અસારા જેવા કેટલાય એવા ગામડાઓ છે. જ્યાં રવિ સિઝનનો એક મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં પણ હજુ નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવ્યું નથી. આથી ખેડૂતોમાં રોસ જોવા મળી રહ્યો છે. જોકે, વાવના માવસરી ગામના ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, અમારા ગામની માઈનોર 4માં છેલ્લા 25 દિવસથી પાણી આવતું નથી અમે કેટલીય વાર લેખિત અને મૌખિક રજૂઆતો કર્યા છતાં હજુ પાણી મળતું નથી અમારી માગણી છે તાત્કાલિક ધોરણે માવસરી માઈનોર ચાર પર પાણી છોડવામાં આવે જો પાણી છોડવામાં નહીં આવે તો અમારે ના છૂટકે થરાદ પ્રાન્ત કચેરીએ ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે..સરહદી તાલુકા વાવના ખેડૂતો પાણી નહીં મળતા કેનાલ પર ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો બે દિવસમાં પાણી નહિ મળે તો સરકાર સામે લડી લેવાના મૂડમાંએક તરફ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની વાતો કરે છે પરંતુ બનાસકાંઠાના સરહદી વિસ્તારની પરિસ્થિતિ જોઈએ તો સરકારની આ વાતો પોકળ સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે કોરોના મહામારીના સમયમાં પણ સૌથી વધુ કપરી પરિસ્થિતિએ ખેડૂતોની છે. એવામાં માવસરી પંથકના ખેડૂતોને સિંચાઈ માટે પાણી સુદ્ધા પણ મળતું નથી અનેકવાર રજૂઆત બાદ પણ પાણી ન મળતા ખેડૂતો આકરા પાણીએ છે. જો બે દિવસમાં જ પાણી નહીં મળે તો કદાચ સરકારે ખેડૂતોના આંદોલનનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. જોકે માવસરી ગામના ખેડૂતોએ જણાવ્યું કે, આકોલી ડિસ્ટ્રિબ્યૂટર કેનાલમાંથી પસાર થતી માવસરી માયનોર ચારમાં છેલ્લા પચ્ચીસ દિવસથી સિંચાઈ માટે પાણી મળતું નથી. જો અમને બે દિવસમાં પાણી નહિ મળ્યું તો અમે થરાદ પ્રાન્ત કચેરીએ ઉપવાસ આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.