ETV Bharat / state

બનાસકાંઠામાં કેન્દ્ર સરકાર દ્વારા નાખવામાં આવી રહેલી HPCLની પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ

બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા નાખવામાં આવી રહેલી HPCLની પાઈપલાઈન (Pipeline) સામે ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને સિક્સ વનની નોટીસ કે કોઈપણ જાતની સહાય ચૂકવ્યા વગર જ પાઈપલાઈન (Pipeline) નાંખવાનું કામકાજ શરૂ કરતા ખેડૂતોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. તાત્કાલિક સહાયની રકમ આપવામાં નહી ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jun 24, 2021, 9:10 PM IST

  • કેન્દ્ર સરકાર દ્વારા નાખવામાં આવી રહેલી HPCLની પાઈપલાઈન સામે ખેડૂતો દ્વારા વિરોધ
  • ડીસા તાલુકાના રાણપુર ગામના 200 ખેડૂતોએ સરકારનો કર્યો વિરોધ
  • રાણપુર ગામના 200 ખેડૂતો સરકાર સામે વિરોધમાં

બનાસકાંઠા : વિદેશથી આયાત કરવામાં આવતું ક્રૂડ ઓઇલ (Crude oil) રાજસ્થાન થઈ પાઇપલાઇન મારફતે ચંડીસર ખાતે લાવવા માટે અત્યારે પાઇપલાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. જે પાઈપલાઈન (Pipeline) જિલ્લાના પણ ત્રણ તાલુકાઓમાં થઈને પસાર થાય છે, પરંતુ કેટલાક ખેડૂતો દ્વારા આ પાઇપલાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકાર હસ્તગત કામ કરી રહેલી HPCL દ્વારા ડીસા તાલુકાના રાણપુર ગામના 200થી વધુ ખેડૂતોએ પાઇપલાઇન પાસે આવી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

બનાસકાંઠામાં કેન્દ્ર સરકાર દ્વારા નાખવામાં આવી રહેલી HPCLની પાઈપલાઈન સામે ખેડૂત દ્વારા વિરોધ

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકામાં ખેડૂતોને 5,000 Agricultural Diversification Project kitsનું વિતરણ

નોટિસ આપ્યા વગર ખેતરમાં પાઈપલાઈન નાખી

રાણપુર ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ જે ખેતરમાંથી પાઇપલાઇન પસાર કરવાની હોય તે ખેતર માલિકને પહેલા સિક્સ વનની નોટિસ આપવાની હોય છે. તે બાદ જ તેમાં પાઇપલાઇન નાંખવાની કામગીરી કરી શકાય છે. રાણપુર ગામના જે ખેતરમાંથી પાઇપલાઇન પસાર થાય છે તે ખેતરના માલિકને સિક્સ વનની નોટિસ આપ્યા વગર જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમજ આ ખેતર માલિકોને કોઇપણ જાતનું વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. જેથી ખેડૂતોને નોટિસ આપવામાં નહીં આવે કે વળતર ચુકવવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો પાઈપલાઈન (Pipeline) ખેતરમાંથી પસાર થવા નહીં દેવામાં આવે.

આ પણ વાંચો : Gujarat Rain News: ચોમાસુ શરૂ થતાં જ ધરમપુર - કપરાડાના ખેડૂતોમાં ડાંગરનું બિયારણ લેવા માટે પડાપડી

તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખેતરમાંથી હાલમાં HPCL પાઈપલાઈન (Pipeline) નાખવામાં આવી રહી છે, ત્યારે ડીસા તાલુકાના રાણપુર ગામમાં 200થી પણ વધુ ખેડૂતોને નોટિસ આપ્યા વગર તેમના ખેતરમાંથી પાઇપલાઇન રાખવામાં આવી રહી છે. જે બાબતે રાણપુર તાલુકાના ખેડૂતોએ ભેગા મળી સરકાર સામે બાંયો ચડાવી છે. અગાઉ પણ જિલ્લામાં નર્મદાની નહેરનું પાણી પહોંચાડવા માટે અને ખેડૂતોના ખેતરમાંથી નહેરોની કાઢવામાં આવે છે, પરંતુ આજદિન સુધી ખેડૂતોને તેનું વળતર આપવામાં આવ્યું નથી. જેથી ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂતોએ પોતાનાં ખેતરોમાં નાખવામાં આવતી પાઇપલાઇનનું તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા માટે માગ કરી છે અને જો આગામી સમયમાં સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે તો રાણપુર તાલુકાના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યાં છે.

ટેક્નિકલ ખામીના કારણે ખેડૂતોને નોટિસ અપાઈ નથી

આ અંગે સમગ્ર ગુજરાતમાં HPCL પાઈપલાઈન (Pipeline)માંના પ્રોજેક્ટ પર દેખરેખ રાખનારા પાલનપુર નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે, ટેક્નિકલ ખામીના કારણે નોટિસ અન્ય ખેડૂતોને મળી છે. અમારો પ્રયાસ ચાલુ છે. આવતા મહિના ખેડૂતોને સિક્સ વનની નોટિસ પણ મળી જશે અને તેમનું વળતર ચૂકવી દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.