ETV Bharat / state

ખેડૂતોને નર્મદાનું સિંચાઇ માટે પાણી ન મળતાં નર્મદા વિભાગ તેમજ નાયબ કલેક્ટરને કરાઇ લેખિત રજૂઆત

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદ તાલુકાના સાબા ગામના ખેડૂતોને નર્મદા વિભાગે ગત બે વર્ષથી નિયમિત સિંચાઈનું પાણી ન આપતા તેમજ નર્મદા વિભાગના અધિકારીઓ ખેડૂતોને સંતોષકાર જવાબ ન આપતા બુધવારે સાબા ગામના ખેડૂતો નર્મદા વિભાગની ઓફિસે ધસી આવ્યા હતા. ખેડૂતોએ પીરગઢ ડિસ્ટ્રિબ્યુટર કેનાલ તેના એસ્ટિમેન્ટ પ્રમાણે બનાવેલી નથી, તેવો આક્ષેપો કર્યો હતો. જો કે નર્મદા વિભાગના અધિકારીઓને તેમજ નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

લેખિતમાં રજૂઆત
લેખિતમાં રજૂઆત
author img

By

Published : Feb 11, 2021, 9:21 PM IST

  • 2 વર્ષથી પાણી ન મળતાં ખેડૂતોમાં રોષ
  • એસ્ટિમેન્ટ મુજબ કેનાલ બનાવી નથી : ખેડૂતોના આક્ષેપો
  • ઉચ્ચસ્તરે ટીમે સ્થળની મુલાકાત કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય

બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારમાં સરકારે કેનાલો બનાવી છે. જો કે ખેડૂતોએ કેનાલમાં પાણીમાં છે. એવી આશાએ મોંઘા ભાવના બિયારણ તેમજ ખેડ કરીને વાવેતર કર્યું છે. થરાદ તાલુકાના સાબા ગામના ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ વારંવાર જવાબદાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં ગત બે વર્ષથી નિયમિત પાણી મળતું નથી. જેને લઇને બુધવારે નર્મદા વિભાગ થરાદમાં અને નાયબ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

સરહદી વિસ્તારની કેનાલો કેવી રીતે બનાવી, નિતી-નિયમો શું હોય છે...?

કેનાલના એસ્ટિમેન્ટ મુજબ કેનાલોનું લેવલિંગ જળવાવું જોઈએ. કેનાલની બાજુમાં પૂરતી માટી નાખવાની હોય છે પૂરતા પ્રમાણમાં નિયમ મુજબ લોખંડ-સિમેન્ટ સહિત કપચી વાપરવી પડે. કામ પૂર્ણ થયા બાદ પાણીનો છંટકાવ કરવો પડે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલો બનાવવામાં નીતિ-નિયમો નેવે મૂકીને કોન્ટ્રાકટરોએ કેનાલના કામમાં લેવલીંગ જાળવ્યા વગર આડેધડ ખોદકામ કરી હલકુ મટિરિયલ સહિત ઓછું લોખંડ વાપરી કેનાલના કામો કરવામાં આવ્યા છે. પૂરતા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો નથી, જેને લઇને છેડે પાણી પહોંચે તે પહેલાં કેનાલોમાં ગાબડાં પડી રહ્યાં છે.

લેખિતમાં રજૂઆત
લેખિતમાં રજૂઆત

નર્મદાના અધિકારીઓ શંકાના દાયરામાં

કેનાલના કામોમાં કોન્ટેક્ટરો એસ્ટીમેન્ટ મુજબ કામ કરે છે કે નહીં લેવલીંગ જળવાય છે કે નહીં કામ નિયમ મુજબ થઈ રહ્યું છે કે નહીં તે તમામ બાબતની જવાબદારી નર્મદા વિભાગના એન્જિનિયરની હોય છે. કામ પૂરું થયા બાદ ટેસ્ટિંગ માટે પાણી છોડવામાં આવે છે જે પાણી ક્ષમતા મુજબ છે. છેવાડા સુધી પાણી પહોંચે ત્યારે કામનું ફાઇનલ સર્ટી કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે જેથી કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવવામાં આવે છે પરંતુ ટેસ્ટીંગ વખતે જ કેનાલો તૂટી જવાના બનાવો બની ચુક્યા છે તો પછી કેમ કોન્ટ્રાક્ટરને ફાઇનલ સર્ટી અપાયું જેને લઇને અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવી રહ્યા છે.

લેખિતમાં રજૂઆત
લેખિતમાં રજૂઆત

મોટા નેતાઓની સંડોવણી હોવાની આશંકા

સરહદી વિસ્તારના ખેડૂતોમાં ચર્ચાતી વાતો મુજબ નર્મદા કેનાલના મોટો કોન્ટ્રાક્ટર વિપક્ષના મોટા નેતાઓએ લીધો છે જેથી કેનાલના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ થતી નથી. રાજ્ય સરકાર પણ તપાસ કરતી નથી. આ ભ્રષ્ટાચારમાં મોટા મોટા નેતાઓ સંડોવાયેલા છે નહિતર ક્યારની તપાસ શરૂ થઈ હોત ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે તેમ છતાં તપાસ કેમ થતી નથી જેવી અનેક વાતો ખેડૂતોમાં ચર્ચાસ્પદ બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.