- મોરીખા ગામના ખેડૂતોને જંત્રીના યોગ્ય ભાવ વળતર ન મળતા આવેદનપત્ર આપ્યું
- અન્ય ગામની સરખામણીમાં મોરીખના ખેડૂતોને અન્યાય કરાયો
- મોઘા ભાવની જમીન આપતા ખેડૂતો બન્યા બેકાર બન્યા
બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારમાં રાજસ્થાનથી કચ્છ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત યોજના છ લાઇન રોડની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી મોરીખા ગામેથી પસાર થતી છ લાઇન દરમિયાન ખેતરોમાંથી રોડ પસાર થતા મોરીખા ગામના ખેડૂતોને મોટા પાયે નુકસાન થતા અને જંત્રીનો ભાવ ઓછો આપતાં આવેદનપત્ર આપ્યું હતું. માલસણ ગામમાં જંત્રીના ભાવ 160 રૂપિયા જેવો ભાવ મળ્યા છે. બાજુમાં આવેલ દેથલી ગામના ખેડૂતોને જંત્રીના 167 રૂપિયા જેવો ઘણો ભાવ મળેલા છે. મોરીખા ગામે જંત્રીનો ભાવ 42 રૂપિયા કેમ જેને લઈને મોરીખા ગામના ખેડૂતોને એકદમ ઓછો ભાવ ભરતા આવેદનપત્ર આપ્યું હતું.
અન્ય ગામની સરખામણીમાં મોરીખના ખેડૂતોને કરાયો અન્યાય
વાવના મોરીખા ગામે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત છ લાઇન રોડની કામગીરી કરી છે. જેમાં ખેડૂતોને યોગ્ય વળતર પણ મળ્યું નથી. જંત્રીનો ભાવ ઓછો આપતા ખેડૂતો ભારે નારાજ થયા છે. જોકે, ખેડૂતોએ જણાવ્યું હતું કે, મોરીખાની બાજુનું ગામ માલસણ ગામના ખેડૂતોને જંત્રીના 160 રૂપિયા જેવો ઘણો ભાવ મળ્યો છે. બાજુનું આવેલું દેથળી ગામના ખેડૂતોને જંત્રીના ભાવ 167 રૂપિયા જેવો ઘણો ભાવ મળ્યો છે. પરંતુ તેમના જેટલી પણ મોંઘી મોરીખાગામની જમીન કિંમતી છે અને જમીન ખેડૂતોને રોજીરોટી માટે એક માત્ર આધાર છે. માલસણ અને મોરીખા ગામની સીમ માત્ર ઝીરો કિ.મી. જેટલું અંતર છે. આવા સંજોગોમાં ભાવ મોરીખા ગામના ખેડૂતોને 42 રૂપિયા ભરતા ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતોના ખેતરોના રોડના કારણે બે ભાગ પડ્યા
મોરીખા ગામે 2015 અને 17માં ભારે વરસાદથી વાવ તાલુકાના મોરીખા ગામે સૌથી વધારે પૂરગ્રસ્ત થયું હતું. જેના પાણી નિકાલ માટે પાણીનું વહેણ છે. ત્યાં ગામના આગેવાનો સાથે ચર્ચા મસલત કરી પાણી નિકાલ માટે મોટુ સાયફન બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. જ્યારે ભારતમાલા રોડ પસાર થતાં અમુક ખેડૂતોના ખેતરોના રોડના કારણે બે ભાગ પડ્યા છે. જેના માટે એમના અવર-જવર માટે સર્વિસ રોડની વ્યવસ્થા કરવી અતિ જરૂરી છે.
2019ના ભાવ પ્રમાણે બાગાયત વૃક્ષોનો ભાવ આપવો ખૂબ જરૂરી
મોરીખા ગામની કપાત થતી જમીનમાં ખેડૂતોને જે બાગાયત વૃક્ષોનો જે ભાવ આપેલો છે. તે જૂના 1993ના પરિપત્ર પ્રમાણનો ભરેલો છે અને જે ભાવ અંદાજે 28 વર્ષ અગાઉનો છે. હાલના તાજેતરના ભાવ પ્રમાણે એટલે કે 2019ના ભાવ પ્રમાણે બાગાયત વૃક્ષોનો ભાવ આપવો ખૂબ જરૂરી છે. જેમાં, મકાન, બોર, ટાકા તેમજ પાઇપ લાઇન વગેરેનું સર્વે કરી યોગ્ય વળતર આપવા માટે મોરીખા ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું. જોકે, મોરીખા ગામે ભારતમાં આ પ્રોજેક્ટ અંતર્ગત મોરીખા ગામના 72 જેટલા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેમાં 20થી 25 જેટલા એવા ખેડૂતો છે. જે બિન ખેડૂતો બની ગયા છે અને બાગાયત પાકોમાં સંપૂર્ણપણે જ્યાં જ્યાં રોડની કામગીરી ચાલી રહી છે ત્યાં નુકસાન થયું છે.