ETV Bharat / state

બનાસકાંઠા: સરહદી વિસ્તારમાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી - કેનાલ સફાઈ

બનાસકાંઠા: જિલ્લામાં નર્મદા કેનાલ ભ્રષ્ટાચારનો પર્યાય બની છે. જે કોન્ટ્રાક્ટરોની પાણી છોડતાં પહેલાં સફાઈની જવાબદારી છે. તે કોન્ટ્રાક્ટરો આજ દિન સુધી ક્યારેય કેનાલ સફાઈ માટે આવ્યા નથી. જેના કારણે જગતના તાતને પોતાના ખેતરના બદલે કેનાલમાં સફાઇની કામગીરી કરવાની ફરજ પડી છે. સફાઈના અભાવે કેનાલમાં ગાબડા ન પડે અને તેમને સિઝન દરમિયાન પાણી મળી રહે તે માટે ખેડૂતો જાતે સફાઈ કરવા મજબૂર બન્યા છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી
author img

By

Published : Nov 18, 2019, 10:20 PM IST

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં સારા વળતરની આશાએ વાવેતર કર્યું હતું. પરંતુ સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ, કરાનો વરસાદ તેમજ અંતે ઈયળના ત્રાસના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી

ખેડૂતોએ થયેલા નુકસાનમાંથી બહાર આવવા માટે ફરી નવી આશા સાથે વાવેતર શરૂ કર્યું છે. પરંતુ નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે નર્મદાની કેનાલ ભ્રષ્ટાચારનો પર્યાય બની છે. કેનાલ બાંધકામ સમયે કોન્ટ્રાક્ટરોને અમુક વર્ષો સુધી સફાઈ કરવા અંગેની ટેન્ડરમાં જોગવાઈ હોય છે. પરંતુ કેનાલની બાંધકામ બાદ ક્યારેય પણ કોન્ટ્રાક્ટર કેનાલ સફાઈ માટે આવતા નથી. જેના, કારણે હવે ખેડૂતોને કેનાલની સફાઈ માટે સામૂહિક શ્રમદાન કરવાની ફરજ પડી છે. સરહદી વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે જાતે જ કેનાલની સફાઈ હાથ ધરી છે.

કેનાલ સફાઈમાં ખેડૂતોની સાથે ગામના યુવાનો અને પોતાના સ્વજનો પણ જોડાયા છે. તેવામાં ખેડૂતો એક જ માગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જેથી, ભવિષ્યમાં કેનાલ તૂટવાની ઘટનાઓ બનતી અટકી શકે.

Intro:એન્કર.. બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારનો પર્યાપ્ત બની છે જે કોન્ટ્રાક્ટરો પર પાણી છોડતાં પહેલાં કેનાલ સફાઈની જવાબદારી છે તે કોન્ટ્રાક્ટરો આજ દિન સુધી બાંધકામ બાદ ક્યારે કેનાલ સફાઈ માટે આવ્યા નથી જેના કારણે જગતના તાતને પોતાના ખેતરમાં નહીં પરંતુ કેનાલ સફાઇની કામગીરી કરવાની ફરજ પડી છે સફાઈના અભાવે કેનાલમાં ગાબડા ન પડે અને તેમને સિઝન દરમિયાન પાણી મળી રહે તે માટે ખેડૂતો જાતે સફાઈ કરવા મજબૂર બન્યા છે....

Body:વિઓ.. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારના ખેડૂતો એક પછી એક અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેમાં વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં સારા ભાવની આશાએ વાવેતર કર્યું હતું પરંતુ સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ, કરાનો વરસાદ તેમજ છેલ્લે ઈયળોના ત્રાસના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે સરહદી વિસ્તારના ખેડૂતોએ આ બધા નુકસાનમાંથી બહાર આવવા માટે ફરી નવી આશા સાથે વાવેતર શરૂ કર્યું છે પરંતુ નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે હાલ ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલ જીવાદોરી છે પરંતુ કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતના કારણે આ કેનાલ ભ્રષ્ટાચાર નો પર્યાય બની છે કેનાલ બાંધકામ સમયે કોન્ટ્રાક્ટરોને અમુક વર્ષો સુધી ટેન્ડરમાં જોગવાઈ હોય છે પરંતુ કેનાલની બાંધકામ બાદ ક્યારે કોન્ટ્રાક્ટર કેનાલ સફાઈ માટે આવતા નથી જેના કારણે ખેડૂતો હવે કેનાલ સફાઈ માટે સામૂહિક શ્રમદાન કરવાની ફરજ પડી છે સરહદી વિસ્તારમાં ખેડૂતો પોતાના ખેતર સુધી પાણી પહોંચે તે માટે જાતે જ કેનાલની સફાઈ કરી રહ્યા છે...

બાઈટ..અલ્પેશ ચૌધરી
( ખેડૂત )

બાઈટ.. ઈશ્વરભાઈ
( ખેડૂત )

બાઈટ..પીરાભાઈ પટેલ
( ખેડૂત )

Conclusion:વિઓ.. શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો એક પછી એક અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે હાલ વાવણીનો સમય છે ત્યારે ખેડૂતો ખેતરમાં કામ પડતું મૂકી ખેડૂતો કેનાલ સફાઇમાં જોડાયા છે ખેડૂતોની સાથે ગામના યુવાનો પણ કેનાલમાં ચારતા પાણી વચ્ચે સફાઈ કરી રહ્યા છે પોતાના સ્વજનો જ્યારે પાકના રક્ષણ આપવા કેનાલ સફાઈ કરી રહ્યા છે ત્યારે ગામના યુવાનો પણ સફાઇમાં જોડાયા છે શરદી વિસ્તારમાં કેનાલના ગાબડાં પડે છે તેમાં કેનાલ સફાઈનો અભાવ એક મહત્વની બાબત છે ત્યારે હાલ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કેનાલો તૂટવાની ઘટનાઓ બનતી અટકે..

રીપોર્ટર..રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.