ETV Bharat / state

ડીસાના ખેડૂતો વરસાદી પાણી બચાવી કરશે ખેતી - Water storage

બનાસકાંઠામાં દિવસે દિવસે પાણીના તળ ઉંડા જતા ખેડૂતો ને સિંચાઈ માટે પાણીની તીવ્ર તંગી સર્જાય છે, ત્યારે કેટલાક જાગૃત ખેડૂતો સરકાર પાસે મદદ મંગાવાને બદલે ચોમાસામ વેડફાતા પાણીનો સંગ્રહ (Water storage) કરી આ પાણીથી આખુ વર્ષ ખેતી કરી શકાય તે માટે સ્વખર્ચે ભગીરથ કાર્ય શરૂ કર્યું છે શું છે.

ડીસાના ખેડૂતો વરસાદી પાણી બચાવી કરશે ખેતી

author img

By

Published : Jul 7, 2021, 2:14 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી પાણીની અછત
  • નહિવત વરસાદના કારણે પાણીના તળ ગયા ઉડા
  • વરસાદના વહેતા પાણી (Rainwater)નો ઉપયોગ કરી ખેડૂતો કરશે ખેતી
  • બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી નહિવત વરસાદને કારણે પાણીની મોટી અસર જાય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે પાણીની સૌથી વધુ અછત સર્જાય છે. સરહદી વિસ્તારમાં લોકોને ખેતી કરવા માટે પાણીની તો વાત તો દૂર રહી પરંતુ પાણી પીવા માટે પણ કિલોમીટર દૂર જવું પડે છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે અનેક તાલુકાઓમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા જિલ્લો છે. જેથી સતત ખેતરોમાં બોર બનાવી ખેડૂતો ખેતી કરી રહ્યા છે. જેના કારણે દિવસે દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, ત્યારે હાલમાં પાણીના તળ 1200 ફૂટ ઉંડા જતાં કપરી પરિસ્થિતિ ઊભી થઇ છે.

ડીસાના ખેડૂતો વરસાદી પાણી બચાવી કરશે ખેતી

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લાના ખેડૂત દ્વારા ખેતી ક્ષેત્રે નવું શાહસ, મત્સ્ય ઉદ્યોગ શરૂ કરી આત્મ નિર્ભર બન્યાં

ખેડૂતોએ ખેત તલાવડી બનાવી સ્વખર્ચો કાર્ય શરૂ કર્યું

બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં સિંચાઈની વાતતો ત્યા રહી પીવાના પાણી માટે પણ લોકોએ દૂર દૂર સુધી ચાલીને પાણી માટે જવું પડે છે. એવામાં ડીસા તાલુકાના નાગફળા ગામમાં એક જાગૃત ખેડૂતે સરકાર કે, કુદરત સામે લાચાર બનીને મદદ માગવાના બદલે ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ ખેતી કરી શકાય તે માટે પોતાના ખેતરમાં કાર્ય હાથ ધર્યું છે અને આ કાર્ય એટલે જાતે જ ખેત તલાવડી બનાવવાનું કાર્ય. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી આ ગામના અનેક ખેડૂતોએ પોતાના ખેતરમાં જાતે ખેત તલાવડી બનાવી છે. આ ખેત તલાવડીમાં ચોમાસામાં વહી જતાં પાણીનો સંગ્રહ થશે અને તે જ પાણીથી આખું વર્ષ ખેતરમાં ખેતીમાં ઉપયોગ થશે, ત્યારે ચોક્કસથી કહી શકાય જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે. તેને બચાવવા માટે હાલ ડીસા તાલુકાના ખેડૂતો ખેત તલાવડી બનાવી સ્વખર્ચો કાર્ય કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગોધરા વન વિભાગ દ્વારા ખેત તલાવડી બનાવી પાણીનો સંગ્રહ કરવાનો નવતર પ્રયોગ

ગુજરાતની સૌથી મોટી ખેત તલાવડી

ડીસા તાલુકાના શેરપુરા ગામમાં રહેતા અણદાભાઈ જાટ પોતે ખેડૂત છે અને અત્યારે તો ધુણસોલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની શેરપુરા ગામમાં 10 વીઘા જેટલી જમીન આવેલી છે. છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ ઉંડા જતા તેઓ પણ સિંચાઈ માટે પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, તેવામાં અણદાભાઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર બનવાની વાત યાદ આવે છે અને બસ તેઓએ સરકાર સામે મદદ માગવાને બદલે કે પછી કુદરત સામે લાચાર બની આજીજી કરવાને બદલે જાતે જ આનો હલ કરવાનું વિચાર્યું અને તેઓએ પોતાની જમીનમાં બોર બનાવવાના બદલે પોતાના સ્વખર્ચે ખેત તલાવડી બનાવવાનું વિચાર્યું ત્યારબાદ શરૂ કર્યું આ કામ તેમણે 10 વીઘા જમીનની અંદર 100 બાય 100 અને 20 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી રહ્યા છે. જેનું કામ અંદાજિત 20 થી 25 દિવસ સુધી ચાલશે. આ ખેત તલાવડી બન્યા બાદ તેમાં 56 લાખ લિટર જેટલો ચોમાસામાં વેડફાઈ જતા પાણીનો સંગ્રહ થશે અને આ પાણીથી તેઓ 10 વિઘા જમીનમાં પાકને 40 વખત પાણી આપી શકશે. એટલે કે, આખું વર્ષ આરામથી ખેતી કરી શકાય. આ ખેત તલાવડી બનાવવાનો ખર્ચ 13 થી 14 લાખ રૂપિયા થયો છે, ત્યારે અણદાભાઈએ જણાવ્યું હતું કે, જો ગુજરાત સરકાર નાના ખેડૂતોને ખેત તલાવડીમાં સહાય આપી મદદ કરે તો આવનારા સમયમાં મોટાભાગના ખેડૂતો ખેત તલાવડી બનાવી વરસાદી પાણી બચાવી અને ખેતી કરી શકે તેમ છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ACBએ ખેત તલાવાડી કૌભાંડમાં નવા ખુલાસા કર્યા

સરકાર પાસે સહાયની માગ

ઉલ્લેખનીય છે કે, અત્યારે સામાન્ય નુકસાન થતાં કે ખેત પેદાશનો ભાવ ન મળતાં ખેડૂતો સરકાર સામે સહાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરતા હોય છે પરંતુ બનાસકાંઠાના કેટલાક પ્રગતિશીલ, મહેનતું ખેડૂતો આત્મનિર્ભર બનાવા માટે સરકાર સામે મદદ માંગવાને બદલે જાતે જ પોતાની સુજબુજથી અનોખો માર્ગ કંડારે છે, ત્યારે આ અનોખું કાર્ય અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.