ETV Bharat / state

ખેડૂત નેતા રાકેશ ટિકૈત બનાસકાંઠા પહોંચ્યા, ટ્રેક્ટર રેલી સાથે અંબાજી જશે - ગુજરાતમાં પણ ખેડૂતોની સ્થિતિ

દિલ્હી હરિયાણા બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનના પગલે હવે ગુજરાતમાં પણ ખેડૂતોની સ્થિતિ જાણવા માટે અને ન્યાય આપવા માટે આંદોલનકારી નેતા રાકેશ ટિકૈત ગુજરાત પ્રવાસે છે. ત્યારે, રાકેશ ટિકૈત બનાસકાંઠા પહોંચ્યા છે અને અહીંથી તેઓ ટ્રેક્ટર રેલી સાથે અંબાજી જશે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈત બનાસકાંઠા પહોંચ્યા, ટ્રેક્ટર રેલી સાથે અંબાજી જશે

author img

By

Published : Apr 4, 2021, 10:40 AM IST

Updated : Apr 4, 2021, 12:40 PM IST

  • આજે રવિવારે રાકેશ ટિકૈત ગુજરાત પ્રવાસે
  • અંબાજી ખાતે માઁ અંબેના દર્શન કરી પાલનપુર સભા સંબોધશે
  • રાકેશ ટીકૈતના પ્રવાસ દરમિયાન ચાંપતો પોલીસ બંદોબસ્ત

બનાસકાંઠા: દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનનો પ્રમુખ ચહેરો ગણાતા રાકેશ ટિકૈત આજે રવિવારે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓ અત્યારે, ટ્રેન દ્વારા આબુરોડ આવી પહોંચ્યા છે. જ્યાં, સ્થાનિક ખેડૂતો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રાકેશ ટિકૈત ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ જાણવા અને પીડિત ખેડૂતોને ટેકાના ભાવ માટે મુલાકાતે આવ્યા છે. આબુરોડથી ટ્રેક્ટર રેલી દ્વારા રાકેશ ટિકૈત તેમના સમર્થકો સાથે અંબાજી આવશે. જ્યાં માં અંબાના દર્શન કરી પાલનપુર ખાતે આવશે અને ત્યાં ખેડૂતો સાથે સંવાદ પણ કરશે. જેને પગલે અત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પોલીસને એલર્ટ કરવામાં આવી છે. આ દરમિયાન, કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

આ પણ વાંચો: 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતમાં કિસાન મોર્ચાનો કાર્યક્રમ યોજાશે: રાકેશ ટિકૈત

રાકેશ ટિકૈતનો બનાસકાંઠા પ્રવાસ

કૃષિ કાયદા રદ્દ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત આજ રવિવારથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવ્યા છે. જે પાલનપુર અને બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધન કરશે.

આ પણ વાંચો: હર્બર્તપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત મહાપંચાયત સંબોધશે

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ખેડૂત આંદોલનકારી નેતા રાકેશ ટિકૈત બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે છે. ત્યારે, કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ જગ્યા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને, છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને પોતાના પાકમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગે ખેડૂતોને પોતાના ભાવ ના મળતા તેઓ સરકારના વિરોધમાં આજે રવિવારે આ સભામાં જોડાશે. ત્યારે, આવા સમયે ખેડૂતો દ્વારા કોઈ આંદોલન શરૂ ન કરવામાં આવે તે માટે આ તમામ રસ્તા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાત આવી રહેલા રાકેશ ટિકૈત કોણ છે ?

M.A અને L.L.Bની ડિગ્રી ધરાવે છે રાકેશ ટિકૈત

રાકેશ ટિકૈતનો જન્મ 4 જૂન, 1969ના રોજ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં આવેલા સિસૌલી ખાતે થયો હતો. 4 ભાઈઓ અને 2 બહેનો વચ્ચે ઉછરેલા રાકેશ ટિકૈતે યુનિવર્સિટી ઓફ મિરૂતમાંથી M.A અને L.L.Bનો અભ્યાસ કર્યો હતો. જ્યારબાદ તેઓ વર્ષ 1992માં પોલીસ ખાતામાં જોડાયા હતા.

આ પણ વાંચો - ભરૂચમાં ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા રાકેશ ટિકૈટનું કરાશે સ્વાગત

શા માટે છોડી હતી પોલીસની નોકરી?

પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે નોકરીની શરૂઆત કરનારા રાકેશ ટિકૈત વર્ષ 1992માં દિલ્હી ખાતે ફરજ બજાવતા હતા. તે સમયે BKU દ્વારા દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ખેડૂત આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. આ આંદોલન રાકેશ ટિકૈતના પિતા મહેન્દ્રસિંહ ટિકૈતની આગેવાનીમાં ચાલી રહ્યું હોવાથી દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાકેશ ટિકૈતને તેમના પિતાને સમજાવવા માટે કહેવામાં આવ્યું હતું. એક તરફ પોલીસ દ્વારા ખેડૂતો પર ગુજારવામાં આવી રહેલા દમનથી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા દબાણને કારણે તેમણે પોલીસ ખાતાની નોકરી છોડી દીધી હતી અને પોતાના પિતા સાથે આંદોલનમાં જોડાયા હતા.

અત્યાર સુધીમાં કુલ 44 વખત ભોગવ્યો છે જેલવાસ

ખેડૂત નેતા તરીકે વિરોધ તેમજ આંદોલનો કરવાના કારણે રાકેશ ટિકૈત અત્યાર સુધી કુલ 44 વખત જેલવાસ ભોગવી ચૂક્યાં છે. મધ્ય પ્રદેશમાં જમીન સંપાદનના કાયદાનો વિરોધ કરતી વખતે તેમને 39 દિવસ માટે જેલમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત દિલ્હી ખાતે શેરડીની કિંમતમાં વધારો કરવાની માગ સાથે ચાલી રહેલા આંદોલન દરમિયાન તેમણે સંસદભવનની બહાર શેરડીની હોળી પણ કરી હતી.

તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહે BKUની કરી હતી સ્થાપના

રાકેશ ટિકૈતની રાજકીય સફર

રાકેશ ટિકૈત સૌપ્રથમ વર્ષ 2007માં ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. આ ચૂંટણીમાં તેમને ખતૌલી સીટ પર બહુજન કિસાન દળ (BKD) તરફથી લડ્યા હતા. જેમાં તેમનો પરાજય થયો હતો. જે બાદ, વર્ષ 2014માં ઉત્તર પ્રદેશની અમરોહા સીટ પર રાષ્ટ્રીય લોક દળ (RLD)માંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 1 ટકાથી વધુ વોટ પણ મેળવી શક્યા ન હતા.

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત આગામી 4 માર્ચથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાકેશ ટિકૈત અંબાજીથી પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે અને પાલનપુર તેમજ બારડોલીમાં ખેડૂત મહાસંમેલનમાં ખેડૂતોને સંબોધશે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં રાકેશ ટિકૈત ખેડૂતો સાથે પરિસંવાદ પણ કરશે.

રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ

રાકેશ ટિકૈત આગામી 4 અને 5 એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે. રાકેશ ટિકૈત બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં 4 એપ્રિલે દર્શન કરી પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત સવારે 11:00 વાગે અંબાજી પહોંચશે. બપોરે 12:30 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. 12:45 વાગ્યે અંબાજીમાં ખેડૂતોનું અભિવાદન કરશે. તે બાદ રાકેશ ટિકૈત પાલનપુર જવા રવાના થશે. રાકેશ ટિકૈત 2:30 વાગ્યે પાલનપુરમાં આબુ હાઈવે રોડ પર સૂરમંદિર સિનેમા સામે આવેલા મેદાનમાં ખેડૂતો સાથે સંવાદ કરશે. તે બાદ સાંજે 5 વાગ્યે ઊંઝા પહોંચીને માં ઉમિયાનાં દર્શન કરશે. જ્યારબાદ 5 એપ્રિલે સવારે 7 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યાંથી 10:00 વાગ્યે કરમસદમાં આવેલા સરદાર નિવાસની મુલાકાત લેશે. તે બાદ વડોદરાના છાણીમાં 11 વાગ્યે ગુરૂદ્વારામાં દર્શન કરીને બપોરે 3 વાગ્યે બારડોલીમાં સ્વરાજ આશ્રમમાં ખેડૂતો સાથે સંવાદ કરશે.

શંકરસિંહ બાપુ રહેશે રાકેશ ટિકૈતની સાથે

આ તમામ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહેવાના છે. રાકેશ ટિકૈતની સાથે શંકરસિંહ વાઘેલાએ પોતાનો ટેકો ગુજરાતમાં હોવાનો જાહેર કર્યો છે. જેથી ગુજરાતમાં ખેડૂત આંદોલનને લઈને મહાપંચાયત કરનારા રાકેશ ટિકૈત સાથે મળીને શંકરસિંહ વાઘેલા નારાજ પાટીદાર કિસાનો સાથે પણ બેઠક કરી શકે છે. સાથે જ નારાજ પાટીદારોને પણ ખેડૂત આંદોલનમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

ગુજરાતના ખેડૂતોને આંદોલનમાં જોડાવાનો રાકેશ ટિકૈતનો પ્રયાસ

રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસથી એક બાબત સ્પષ્ટ છે કે, ગુજરાતમાં આજદિન સુધી ખેડૂતો ક્યારેય પણ કૃષિ કાયદાના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા નથી. તો કૃષિ કાયદાની વિરુદ્ધમાં જ જાહેરમાં ક્યારે પણ વિરોધ નોંધાવ્યો નથી, આવી સ્થિતિમાં રાકેશ ટિકૈત અને શંકરસિંહ વાઘેલાનો પ્રયાસ છે કે, તેઓ કૃષિ કાયદા વિશેની માહિતી ખેડૂતોને આપે અને તે તમામ લોકોને આંદોલનમાં જોડવા માટે અપીલ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ કિસાન મોરચાના યુદ્ધવીરસિંહ દ્વારા અમદાવાદમાં પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. ત્યારે હવે એક બાબતો જોવી રહી કે, વિજય રૂપાણીની સરકાર દ્વારા રાકેશ ટિકૈત અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના આયોજનને પરવાનગી આપવામાં આવે છે કે તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવે છે?

Last Updated : Apr 4, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.