ETV Bharat / state

ભારે મંદી વચ્ચે પણ ઇસ્માઇલભાઈએ બટાકા વેચી 48 લાખનો કર્યો નફો - બટાકાનો પાક

બનાસકાંઠા જિલ્લો બટાકાનું હબ ગણાય છે.જિલ્લાના અનેક ખેડૂતો બટાકાની ખેતી કરી સમૃદ્ધ બન્યાં છે. પરંતુ આ વર્ષે બટાકામાં ભારે મંદી હોવાથી ખેડૂતોને બટાકા રાતાં પાણીએ રડાવી રહ્યાં છે. ત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાનો પાક લેતાં ઇસ્માઈલભાઈની આ વાત પ્રેરણાદાયી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાનો પાક લેતાં ઇસ્માઈલભાઈની આ વાત પ્રેરણાદાયી

ભારે મંદી વચ્ચે પણ ઇસ્માઇલભાઈએ બટાકા વેચી 48 લાખનો કર્યો નફો

author img

By

Published : Mar 13, 2021, 2:31 PM IST

Updated : Mar 14, 2021, 8:56 AM IST

  • ગત વર્ષે બટાકામાં હતી તેજી આ વર્ષે ભારે મંદી
  • મોંઘું બિયારણ ખરીદી ખેડૂતોએ બટાકાની મોટા પાયે ખેતી કરી
  • વધુ ઉત્પાદન થવાથી આ વર્ષે ભાવો તળિયે બેઠાં
    40 એકરમાં બટાકાની ખેતી દ્વારા 48 લાખનો નફો મેળવ્યો

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાનું નામ પડે એટલે બટાકાની ખેતી અચૂકપણે યાદ આવે. આ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ વિશાળ હોવાની સાથે અહીં વસ્તી પણ વધુ છે.પરંતુ અહીં દૂધ ડેરી સિવાય અન્ય કોઈ ઉદ્યોગધંધા ન હોવાથી જિલ્લામાં ખેતી જ મુખ્ય વ્યવસાય છે. ખેડૂતો ફુવારા પદ્ધતિથી બટાકા, મગફળી, દાડમ, રાયડો, એરંડા, જેવા પાકની ખેતી કરી આજીવિકા ચલાવતાં હોય છે. તેમાં પણ બટાકાની મોટા પ્રમાણમાં ખેતી કરતાં હોય છે. આ ઘરવપરાશના બટાકાની ખેતી ખેડૂતો માટે લોટરી સમાન છે. ક્યારેક સારા ભાવ મળે છે, તો ક્યારેક ભાવ તળિયે બેસી જાય છે. બટાકા ખેતરોમાં જ તેમજ કોલ્ડસ્ટોરેજોમાં પડ્યાં પડ્યાં બગડી ન જાય ત્યાં સુધી વેચાતાં નથી. પરિણામે ખેડૂતોને રોવાનો વારો આવે છે. ગત વર્ષે બટાકાનું ઉત્પાદન ઓછું રહ્યું હોવાથી ખેડૂતોને ખૂબ સારા ભાવો મળ્યાં હતાં, જેથી ખેડૂતોમાં આશા હતી. તેથી આ વર્ષે મોંઘા ભાવનું બિયારણ ખરીદી મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું. પરંતુ આ વર્ષે ગુજરાત પહેલાં રાજસ્થાન, હરિયાણામાં બટાકાનું મબલખ ઉત્પાદન આવ્યાં બાદ ગુજરાતમાં પણ બટાકાનું વધુ ઉત્પાદન થવાથી ખેડૂતોને હાલ બટાકાના પોષણક્ષમ ભાવ પણ મળતાં નથી.ખેડૂતોએ 140 રુપિયા પ્રતિ મણ ભાવથી બિયારણ ખરીદ્યું હતું, પરંતુ અત્યારે સ્થિતિ એટલી દયનીય છે કે બિયારણના ભાવથી પણ કોઈ વેપારી બટાકા ખરીદવા તૈયાર નથી, જેને કારણે જિલ્લાના કોલ્ડસ્ટોરેજો પણ બટાકાથી ભરાઈ ગયા હોવાથી બટાકા હવે ખેતરોમાં પડ્યાં પડ્યાં બગડવા લાગ્યાં છે.ખેડૂતો હાલ જાએ તો જાએ કહાઁની સ્થિતિમાં મૂકાઈ ગયાં છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ખેડૂતોએ શરૂ કરી કાળા ઘઉંની ખેતી

40 એકરમાં બટાકાની ખેતી દ્વારા 48 લાખનો મેળવ્યો નફો

આવી ભયંકર મંદીમાં પણ જિલ્લાના કેટલાક પ્રગતિશીલ ખેડૂતો કોન્ટ્રાકટ ફાર્મિંગથી બટાકાની ખેતી કરી એક સીઝનમાં જ લાખો રુપિયાનો નફો પ્રાપ્ત કરી રહ્યાં છે. બટાકાના આ વિશાળ ખેતરમાં લટાર મારી રહેલા આ ખેડૂતનું નામ છે ઇસ્માઇલભાઇ શેરુ. જેઓએ પોતાના 40 એકર ખેતરમાં ફુવારા પદ્ધતિથી બટાકા વાવ્યાં હતાં,પરંતુ બટાકાના ભાવ દર વર્ષે ઉપર નીચે રહેતાં હોવાથી તેઓ પોટેટો ચિપ્સ બનાવતી કમ્પનીઓ સાથે કોન્ટ્રાકટ કરી બટાકાની ખેતી કરે છે. તેઓએ 21 ટન બટાકાનું ઉત્પાદન મેળવી પ્રતિ એકર રૂપિયા 1 લાખ 20 હજારનો ચોખ્ખો નફો એટલે કુલ 40 એકરમાંથી અંદાજિત 48 લાખ રૂપિયા જેટલો મસમોટો નફો તેઓ પ્રાપ્ત કરી રહ્યાં છે.

ભારે મંદી વચ્ચે પણ ઇસ્માઇલભાઈએ બટાકા વેચી 48 લાખનો કર્યો નફો

ફુવારા અને સૂક્ષ્મ પીયત પદ્ધતિથી વર્ષે 60 લાખનો નફો કમાય છે ઇસ્માઇલભાઈ

ઇસ્માઇલભાઈ તમામ પ્રકારની બાગાયતી ખેતી કરે છે, તેઓ સૂક્ષ્મ અને ફુવારા પદ્ધતિથી ખેતી કરી બટાકામાં એક એકરમાંથી સર્વાધિક ઉત્પાદન કરી રહ્યાં છે. તેમજ પોતાના બટાકાને તેઓ સીધા જ મોટી કંપનીઓને વેચી વચેટિયાઓ વિના જ લાખો રુપિયાનો નફો કમાઇ રહ્યાં છે. તેઓ ઉચ્ચ ક્વોલિટીના બટાકા તેમજ બબ્બે કિલો વજનનું એક એક બટાકુ ઉત્પાદિત કરી રહ્યાં છે. આ ઉપરાંત પપૈયાં, તરબૂચ સહિત તમામ બાગાયતી પાકોમાંથી દર વર્ષે કુલ 60 લાખ રૂપિયા સુધીનો નફો પ્રાપ્ત કરી રહ્યાં છે. તેમની આ સિદ્ધિમાં તેમને સરકાર તરફથી કૃષિ સાધનો ખરીદવા માટે દર વખતે સબસિડી સ્વરૂપે સહાય મળતી રહે છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં આયુર્વેદમાં B. Pharm કરેલા યુવકે નોકરીની જગ્યાએ ખેતીમાં કારકિર્દી બનાવી

અન્ય ખેડૂતોને પણ આધુનિક ખેતી માટે આપે છે માર્ગદર્શન

ઇસ્માઇલભાઈએ પોતાના જેવા પ્રગતિશીલ ખેડૂતો સાથે મળી નાના ખેડૂતોને ટ્રેનિંગ આપી તેમને સમૃદ્ધ કરવાનું બીડું ઝડપ્યું છે. ત્રણ લાખ ખેડૂતોને તાલીમ આપવાની સાથે સહિયારી ખેતીના કોન્સેપ્ટથી અનેક ખેડૂતોને તેઓ આગળ વધારી રહ્યાં છે. જે ખેડૂતો જૂની પરંપરાગત ખેતીથી દેવાદાર બન્યાં છે, તેવા ખેડૂતોને કઈ રીતે ખેતીમાં ખર્ચ ઘટાડી ખેતીને નફાકારક બનાવી શકાય તેની ટ્રેનિંગ આપે છે.

વડાપ્રધાન મોદી 'મન કી બાત'માં પણ કરી ચૂક્યાં છે ઉલ્લેખ

ઇસ્માઇલભાઈએ જ્યારે ખેતી શરૂ કરી ત્યારે પિતાએ ખેતી નહીં કરવા જણાવ્યું હતું. પરંતુ દ્રઢ મનોબળથી ખેતી કરતાં આજે તેઓ ખેતી થકી જ કરોડપતિ બન્યાં છે. તેમની આધુનિક ઢબની ખેતીનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 મહિના અગાઉ 'મન કી બાત'માં કરી ચૂક્યાં છે.

Last Updated : Mar 14, 2021, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.