બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. તેવામાં સોમવારે થઇ રહેલા વરસાદ અને તેના દ્રશ્યો પશ્ચિમના દેશોને યાદ અપાવે તેવા છે. સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકાના રિષભ કંપા ઘડી તેમજ કાલીપુરા ગામ પાસેથી ચક્રવાત પસાર થતાં તેના દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતા.
સામાન્ય રીતે પશ્ચિમ દેખાતા ચક્રવાતને પગલે ભારે નુકસાન સર્જાતું હતું. આવો ચક્રવાત સોમવારે સાબરકાંઠામાં જોવા મળ્યો હતો. જેની તીવ્રતાનો અંદાજ તેને નુકસાનથી આવી શકે તેમ છે. જોકે સૌથી આશ્ચર્યની વાત એ છે કે, વરસાદી પાણીને પણ આકાશ તરફ ખેંચાતા હોય તેવા દ્રશ્યો મોબાઇલમાં સ્થાનિકોએ કેદ કર્યા છે. કેટલીક મિનીટો માટે સર્જાયેલા આ દ્રશ્યના વીડિયો જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે, સાથોસાથ જે પ્રકારનો માહોલ વિસ્તારમાં સર્જાયો છે તેના પગલે સ્થાનિકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.
જોકે આ ચક્રવાતથી હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી, પરંતુ ચક્રવાતની તીવ્રતા આગામી સમયમાં જો વધે તો જાનહાની થાય એમ નથી. જોકે ચક્રવાતની તીવ્રતાના પગલે વહીવટીતંત્ર દ્વારા ઘટનાસ્થળે મુલાકાત લેવાય તો જ નુકસાનીનો સાચો અંદાજ આવી શકે તેમ છે, ત્યારે વહીવટી તંત્ર ક્યારે ઘટનાસ્થળે પહોંચે છે?