- બનાસકાંઠા જિલ્લામાં આજથી ધો. 9થી 12ની પ્રથમ વાર્ષિક પરીક્ષા શરૂ
- શાળા સંચાલક મંડળ દ્વારા પરીક્ષા ખંડોને સેનિટાઈઝ કરવામાં આવ્યા
- સરકારની SOP દ્વારા પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો
બનાસકાંઠાઃ રાજ્યમાં કોરોના મહામારીના કારણએ 8 મહાનગરપાલિકાઓના વિસ્તારમાં શુક્રવારથી ઓફલાઈન પરીક્ષાઓ શરૂ થવાની હતી, જે મુલતવી રાખવામાં આવી હતી. આ સિવાયના વિસ્તારોમાં આજથી સરકારની SOP પ્રમાણે પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ શુક્રવારથી ધોરણ 9થી 12ની પ્રથમ વાર્ષિક પરીક્ષા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજ્યની મેડિકલ કૉલેજોના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ
તમામ વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સનું કર્યું પાલન
અંબાજીની શાળાઓમાં પરીક્ષા પૂર્વે શાળા સંચાલક મંડળે પરીક્ષાખંડોને સેનિટાઇઝ કર્યા હતા. આ સાથે જ પરીક્ષાર્થીઓને પણ સોશિયલ ડિસ્ટન્સના પાલન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ દરેક વિદ્યાર્થીઓને સેનિટાઈઝ કરી અને ટેમ્પરેચર માપી પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ રાજ્યમાં આવતીકાલે શુક્રવારથી ધોરણ 9થી 12ની પ્રથમ નિદાન કસોટી લેવામાં આવશે
પ્રથમ દિવસે અંબાજીની શાળાઓમાં 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા
સરકારની સંપૂર્ણ ગાઈડલાઇન સાથે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવાની શરૂઆત કરી હતી. જોકે, સતત બે દિવસ સુધી વિવિધ માધ્યમો દ્વારા પરીક્ષાને લઈ અસમંજસમાં હોવા છતાં પરીક્ષાના પ્રથમ દિવસે અંબાજીની શાળાઓમાં 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી.