ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસના વધુ એક નેતાએ કર્યા કેસરિયા, મેવાણીના ગઢમાં ગાબડું પાડવા ભાજપની તૈયારીઓ શરૂ - Ex Congress MLA Manilal Vaghela joined BJP

બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા વધુ એક કોંગ્રેસના નેતા મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાતા ચકચાર મચી જવા પામી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓનો પાર્ટી બદલવાનો દોર યથાવત રહ્યો છે. કોંગ્રેસના કેટલાક નારાજ નેતાઓ આપ તેમજ ભાજપમાં સતત જોડાઈ રહ્યા છે. ત્યારે વધુ એક કોંગ્રેસના નેતા ભાજપમાં (Manilal Vaghela joined BJP) જોડાતા અન્ય કેટલાક નેતાઓ પણ વાઘેલા સાથે કેસરિયા કરે તેવી શક્યાતાઓ સામે આવી છે.

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસના વધુ એક નેતાએ કર્યા કેસરિયા, મેવાણીના ગઢમાં ગાબડું પાડવા ભાજપની તૈયારીઓ શરૂ

author img

By

Published : Apr 25, 2022, 2:28 PM IST

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભાની (Gujarat Assembly Election 2022)બેઠકો છે. જેમાંથી 6 કોંગ્રેસ પાસે છે જ્યારે 2 ભાજપ પાસે છે. પરંતુ હવે આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા નારાજ નેતાઓ બનાસકાંઠા જિલ્લામાં પક્ષ છોડી અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે. આમ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લોએ કોંગ્રેસનો ગણવામાં આવે છે. પરંતુ હવે આ ઘટનામાં ગાબડું પાડવા માટે ભાજપના નેતાઓ મેદાનમાં ઉતરી ગયા છે.

પૂર્વ MLA મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા

તમામ પક્ષો પોતાના પક્ષને મજબૂત કરવાનું કર્યું શરૂ - વિધાનસભાની ચૂંટણી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી ચૂક્યા છે. અમિત શાહે પણ નડાબેટ ખાતે મુલાકાત કરી છે. જ્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ અવારનવાર બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં પક્ષને મજબૂત કરવા માટે બેઠકો યોજી રહ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની (Banaskantha Assembly Seat) ચૂંટણી પહેલા દરેક પોતાના પક્ષને મજબૂત કરવા માટે અત્યારથી જ કાઉન્ટ-ડાઉન શરૂ કરી દીધું છે.

પૂર્વ MLA મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા
પૂર્વ MLA મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા

વડગામના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા - બનાસકાંઠા જિલ્લાના વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિ વાઘેલા આજે ભાજપમાં જોડાયા છે. જેમાં વડગામના મગરવાડામાં ખાતે વિશ્વાસ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય મણિ વાઘેલાને ખેસ (Manilal Vaghela joined BJP) પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. ગુજરાત 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કેટલાક રાજકીય નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. જેમાંથી કોંગ્રેસથી નારાજ કોંગ્રેસના વડગામ પૂર્વ ધારાસભ્ય મણી વાઘેલા ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત, એક નેતા આપમાં તો બીજા ભાજપમાં જોડાયા

જીગ્નેશ મેવાણીના ગઢમાં ગાબડું પાડવા તૈયારી - બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા (CR Patil in Banaskantha) પર વિજય બનેલા જીગ્નેશ મેવાણીના ગઢમાં ગાબડું પાડવા માટે અત્યારથી જ ભાજપે શરૂઆત કરી દીધી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ છેલ્લા ઘણા સમયથી વડગામ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી રહ્યા છે. અને આ વખતે યોજાનારી વિધાનસભાની (Ex Congress MLA Manilal Vaghela joined BJP) ચૂંટણીમાં તમામ સીટ પર ભાજપનો વિજય થાય તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : Pravin Maru Joins BJP : ભાજપમાં જોડાતાં પ્રવીણ મારુ, કહ્યું મુખ્યપ્રધાનની જવાબદારી આપે તો પણ તૈયાર

ચક્રવર્તી મેવાણી વચ્ચે જંગ - વડગામ ખાતે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી વિજય ચક્રવર્તી અને જીગ્નેશ મેવાણી વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં જીગ્નેશ મેવાણીનો વિજય થયો હતો. વિધાનસભાની ચૂંટણીમાં એક પણ કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ ના આપતા કોંગ્રેસ નેતાઓ પણ નારાજ જોવા મળ્યા હતા. ત્યારે આ વખતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નારાજ નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. આ ઉપરાંત 2021માં પૂર્વ ધારાસભ્ય મણિ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદ આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બનાસકાંઠાના મગરવાડા (CR Patil at Magarwada, Banaskantha) ખાતે વિશ્વાસ સંમેલનમાં ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.