- પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 1 લાખ 16 હજાર 706 મતદાતાઓ
- 11 વોર્ડની 44 બેઠકો માટે 128 મતદાન મથકો પર થશે મતદાન
- પાલનપુર પાલિકા ચૂંટણી મતદાન માટે 887 કર્મચારીઓ ફરજ પર તૈનાત
બનાસકાંઠાઃ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાશે. જેમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 239 ઉમેદવારો ઉભા છે. પાલન પુર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 1 લાખ 16 હજાર 706 મતદાતાઓ મતદાન કરશે. રવિવારે સાંજે 6 વાગ્યે તમામ મતદાન થશે, ત્યારે મતદાનની પ્રક્રિયા ન્યાયિક રીતે અને કોઈ જ અડચણ વગર પૂર્ણ થાય તે માટે શનિવારે EVM ફળવણીની પ્રક્રિયા પાલનપુર ઇનજીનીયરિંગ કોલેજથી શરૂ કરાઇ હતી. જેમાં 11 વોર્ડના કુલ 128 મતદાન કેન્દ્રો પર 28 EVMની ચકાસણી કરી ફાળવવામાં આવ્યાં હતા. આ સમગ્ર પ્રક્રિયા શનવારે સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવાયું તેમ વોર્ડ નમ્બર 7 ના ઝોનલ અધિકારીએ જણાવ્યું હતું.
મતદાન કેન્દ્રો પર ફરજ પરના કર્મચારીઓ
- પ્રિસાઈડિંગ ઓફિસરઃ 154
- પોલિંગઓફિસરઃ 1-154
- પોલિંગ ઓફિસરઃ 2-154
- ફિમેલ પોલિંગ ઓફિસરઃ 154
- પ્યુનઃ 143
- કુલ કર્મચારીઃ 887