- ડીસામાં ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન
- ટ્રાફિક નિવારવા એલિવેટેડ બ્રિજ (Elevated bridge) બનાવાયો
- ડીસામાં ટ્રાફિક સમસ્યા દૂર થઈ
બનાસકાંઠા : આમ તો ડીસા શહેરને જિલ્લાનું વેપારી મથક માનવામાં આવે છે. જેના કારણે રોજેરોજ જિલ્લા સહિત અન્ય રાજયોમાંથી વેપારીઓ ધંધા અર્થે રોજેરોજ ડીસા શહેરમાં આવતા હોય છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લોએ ખેતી આધારિત જિલ્લો છે. જેના કારણે માર્કેટયાર્ડમાં ડીસા તાલુકાના આજુબાજુના ખેડૂતો મોટી સંખ્યામાં પાઘડીને વેચવા માટે બજારોમાં આવતા હશે. સતત લોકોની વધતી જતી અવરજવરના કારણે વર્ષોથી ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બનતી હતી. રોજેરોજ સર્જાતા ટ્રાફિકના કારણે કલાકો સુધી વાહનચાલકોને ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડતું હતું. જેના કારણે તેમનો સમય પણ બગડતો હતો. આ બાબતે સરકારમાં બ્રિજ બનાવવા માટે અનેકવાર સ્થાનિક નેતાઓ અને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : જામનગરમાં ગાંધીનગર ઓવરબ્રિજ પરથી યુવકે છલાંગ લગવી, ટ્રેન નીચે આવતા બન્ને પગ કપાઈ ગયા
ઉત્તર ગુજરાતનો પ્રથમ એલિવેટેડ બ્રિજ (Elevated bridge) બન્યો
બનાસકાંઠાના વેપારી મથક ડીસાના મધ્યમાંથી નેશનલ હાઇવે નંબર 27 પસાર થાય છે. જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ ભોગવી રહ્યા હતા. સરહદી વિસ્તારના વાવ થરાદ સુઈગામ ભાભર કાંકરેજ દિયોદર ધાનેરા આ તમામ તાલુકાઓ અને જ્યારે મુખ્ય મથક પાલનપુર આવવું પડતું, ત્યારે ડીસાના ભારેખમ ટ્રાફિકમાંથી પસાર થવું પડતું. શહેરના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવેના કારણે અનેકવાર અકસ્માતો થતા હતા. જેમાં શહેરના નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઇ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 250 કરોડના ખર્ચે 3.7 કિલોમીટર લાંબો વિધાઉટ લૂક એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો. આ બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા કાયમી ઉકેલ આવશે. તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટ પર જતાં વાહનોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે.
આ પણ વાંચો : વડોદરામાં એક પરિવારે સામુહિક આત્મહત્યાનો કર્યો પ્રયાસ, 3ના મોત જ્યારે 3ની હાલત ગંભીર
બ્રિજ બનતા વાહન ચાલકોમાં ખુશી
આ એલિવેટેડ બ્રિજ (Elevated bridge)ને ટ્રાયલ રન માટે શરૂ કરતાં જ વાહનો પણ ખુબ જ સારી રીતે પસાર થઈ રહ્યા છે. વાહનચાલકો પણ આટલા મોટા એલિવેટેડ બ્રિજ (Elevated bridge) પર વાહન ચલાવી આનંદ અનુભવી રહ્યા છે. વાહન ચાલકોનું કહેવું છે કે, જે ટ્રાફિકની સમસ્યા ડીસા શહેરને પસાર કરવામાં આવતી હતી. તે તમામ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે. લોકોને ટ્રાફિકની સમસ્યાથી કાયમી છૂટકારો મળ્યો છે. બીજી તરફ જતાએ બટાકાની નગરી તરીકે ઓળખવામાં આવે છે. જેના કારણે ડીસા શહેરમાં ખેડૂતો બટેટાનો પાક મૂકવા માટે ટ્રેક્ટર મારફતે કો સ્ટોરેજ સુધી જતા હોય છે અને જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોની અવરજવરના કારણે ટ્રાફિક સર્જાતું હતું. બહારના રાજ્યોમાંથી બટાકાની ખરીદી કરવા માટે આવતા વેપારીઓ પણ ટ્રાફિકના કારણે ભારે હાલાકી ભોગવતા હતા, ત્યારે આ ઓવરબ્રિજ બનતાં બટાટાના ખેડૂતો અને વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી.