ETV Bharat / state

દિલ્હીમાં રીંકુ હત્યા કેસનાં પડઘા પાલનપુરમાં પડ્યા, VHPએ આપ્યું આવેદનપત્ર - પાલનપુર ન્યૂઝ

દિલ્હીમાં રામજન્મભૂમિ નિધિ સંગ્રહ યોજનામાં કામગીરી કરનાર રીંકુ શર્માની કેટલાંક તત્વોએ હત્યા કરી હતી. જે મુદ્દે દિલ્હીમાં રાજકીય બ્લેમિંગ ગેમ શરૂ થયા બાદ હવે આ ઘટનાના પડઘા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ સંભળાઈ રહ્યાં છે. વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આવા આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી.

રીંકુ શર્માની હત્યાનો મામલો પાલનપુરમાં ગરમાયો

author img

By

Published : Feb 16, 2021, 4:35 PM IST

  • દિલ્હીમાં થયેલ રીંકુ શર્માની હત્યાનો મામલો પાલનપુરમાં ગરમાયો
  • વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
  • આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા કરી ઉગ્ર રજૂઆત

બનાસકાંઠા: દિલ્હીમાં રામજન્મભૂમિ નિધિ સંગ્રહ ટ્રસ્ટમાં જોડાયેલા રીંકુ શર્માની હત્યાના કેસના પડઘા હવે પાલનપુરમાં પણ પડવા લાગ્યાં છે. રીંકુ શર્મા નામના યુવકને જય શ્રીરામ બોલી રામ જન્મભૂમિ મંદિર નિધિ માટે ફંડ ઉઘરાવતી વખતે લઘુમતી સમાજના યુવકોએ રીંકુના ઘરે પહોંચી ચાકુ વડે ઘા મારી તેની નિર્મમ હત્યા કરી હતી. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાથી હવે આ મુદ્દાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, જય શ્રીરામનો નારો લગાવવા માટે એક યુવકની હત્યા કરાઈ છતાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને હિન્દુત્વની વાતો કરતી ભાજપ સરકાર ચૂપ બેઠી છે, ત્યારે હવે આ મામલે પાલનપુરમાં પણ આરોપીઓ સામે આક્રોશની ઘટના સામે આવવા લાગી છે.

VHPએ આપ્યું આવેદનપત્ર
VHPએ આપ્યું આવેદનપત્ર

હિન્દૂ સંગઠનના આગેવાનની મીડિયા સાથેની વાતચીત...

પાલનપુર વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, લઘુમતી સમાજના યુવકે હિન્દૂ સમાજના યુવકની હત્યા કરી હોવા છતાં આવા તત્વો સામે કોઈ જ અંકુશ મૂકવામાં આવતો નથી. જો આવી ઘટના નહિ અટકે તો કાયદાની સ્થિતિ પણ બગડી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.