બનાસકાંઠા: થરાદમાં છેલ્લા ઘણા વર્ષોથી તાલુકા પંચાયત જર્જરિત હાલતમાં હતી, ત્યારે સરકાર દ્વારા 2.40 કરોડના ખર્ચે તાલુકા પંચાયનની નવી બિલ્ડીંગ બનાવવામાં આવી છે. આજે મંગળવારે આ તાલુકા પંચાયતના નવી બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી અને જયદ્રથસિંહજી પરમારના હસ્તે ઇ-લોકાર્પણ થયું હતું. જેમાં જિલ્લા સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કલેકટર સંદીપ સાંગલે અને જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મહત્વનું છે કે કોરોના વાઇરસની મહામારી હોવાથી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી આ બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ કર્યું હતું.