બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી વરસાદની લોકો ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. પ્રથમ રાઉન્ડ બાદ 20 દિવસ સુધી વરસાદ ન આવતા ખેડૂતોને પણ ચિંતા થવા લાગી હતી. ત્યારે શનિવારના રોજ ડીસા પંથકમાં પણ સામાન્ય વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઇ હતી. એવામાં ભારે પવન સાથે આવેલા વાવાઝોડા ફુંકાતા નાગરિકોને ભારે નુકશાન થવા પામ્યું હતું.
આ પવન સાથે વાવાઝોડું ફુંકાવાના કારણે લક્ષ્મીપુરા ગામમાં કિસાન કોલ્ડ સ્ટોરેજનો શેડ હવામાં ઉડી ગયો હતો. તો વાવાઝોડાના પગલે કોલ્ડ સ્ટોરેજનો શેડ ઉડીને 200 ફૂટ દૂર જઈને પડ્યો હતો. જેને પગલે સ્ટોરેજના માલિકને અંદાજે 40 લાખ રૂપિયા નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી દુષ્કાળની પરિસ્થિતિના કારણે ખેડૂતો ભારે હાલાંકી ભોગવી રહ્યા હતા. ત્યારે વળી વરસાદની સાથે સાથે ઝડપી પવનના સાથે આવેલા વાવાઝોડાના કારણે લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.