ETV Bharat / state

Yatradham Ambaji :અંબાજી મંદિર બંધ કરવાના નિર્ણયને કારણે યાત્રીકો પણ મુજવણમાં... - અંબાજી મંદિર કોરોનાની મહામારીનાં કારણે બંધ

આવતીકાલે પોષ સુદ પુર્ણીમાએ (Yatradham Ambaji) માં અંબાનો પ્રાગટ્યોત્સવ છે, જેને લઇને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ અંબાજી ઉમટી પડતાં હોય છે, આજે અંબાજી પહોંચેલાં શ્રધ્ધાળુંઓ મંદિર બહાર શક્તિદ્વાર આગળ હાઇવે માર્ગથી માતાજીનાં દર્શન કરતાં નજરે પડ્યાં હતા, જ્યાં એક તરફ વાહન વ્યવહારની અવર-જવન અને બીજી બાજુ શ્રદ્ધાળુંઓની ભીડ જોવા મળી હતી.

Yatradham Ambaji :અંબાજી મંદિર બંધ કરવાના નિર્ણયને કારણે યાત્રીકો પણ મુજવણમાં...

author img

By

Published : Jan 16, 2022, 6:32 PM IST

અંબાજી: અંબાજી મંદિર બંધ (Yatradham Ambaji) રહેતાં આજે રવિવારે સમગ્ર મંદિર પરીસરની લાઇનો ખાલી અને (decision to close the Ambaji temple)સુમસામ જોવા મળી રહી છે, જેને લઈને સમગ્ર મંદિર પરીસરમાં સન્નાટો જોવા મલી રહ્યો છે, એટલુ જ નહી આજે રવિવારનાં પગલેં હજારોની સંખ્યામાં અંબાજી ખાતે ભીડ ઉમટી પડતી હોય છે તેવામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીનુ મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

અંબાજી મંદિર બંધ કરવાના નિર્ણયને કારણે યાત્રીકો પણ મુજવણમાં...

અંબાજી મંદિર બંધ રહેતાં બજારના વેપારીઓ ઉપર મોટી અસર જોવા મળી

અંબાજી મંદિર બંધ રહેતાં બજારના વેપારીઓ ઉપર મોટી અસર જોવા મળી રહી છે. મંદિર શોપીંગમાં આવેલી પ્રસાદ પુજાપા સહીતના વિવિધ વેપાર ધંધાવાળા 75થી 80 જેટલા દુકાનદારોએ પણ પોતાના વેપાર ધંધા બંધ કરી દીધા છે. મંદિરમાં કોઇ જ યાત્રીકોને પ્રવેશ ન અપાતા આ દુકાનદારોને પણ પોતાના વેપાર ધંધા બંધ કરવાની ફરજ પડી છે, જોકે મંદિર બંધ રહેતાં વેપારીઓએ પોતાના વેપાર ધંધા તો બંધ કર્યા છે, પણ ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે. અંબાજી મંદિર સંપુર્ણ રીતે બંધ કરવાનાં બદલે મંદિર ટ્રસ્ટે યાત્રીકોનાં 72 કલાક પહેલાનાં RTPCR રીપોર્ટ તેમજ કોરોનાની રસીનાં બન્ને ડોઝ લીધેલાં હોય તેવા સર્ટીફિકેટ ચકાસીને યાત્રીકોને મંદિરમાં દર્શન કરવાં દેવા પરમિશન આપવી જોઇએ જેથી કરીને મંદિરની આવકમાં ઘટાડો ન થાય અને વેપારીઓનો રોજગાર પણ ચાલુ રહે.

અંબાજી મંદિર કોરોનાની મહામારીનાં કારણે બંધ કરી દેવાતા યાત્રીકો પણ મુજવણમાં

આજે પણ શ્રદ્ધાળુંઓ પગપાળા ચાલી માતાજીનો રથ લઇ અંબાજી પહોંચી રહ્યા છે અને અંબાજીનાં માર્ગો બોલ માંડી અંબે જય જય અંબેનાં નાદથી ગુંજી રહ્યા છે, ત્યારે યાત્રાધામ અંબાજી મંદિર કોરોનાની મહામારીનાં કારણે બંધ કરી દેવાતા યાત્રીકો પણ મુજવણમાં મુકાયા છે. હાલ બાધા, માનતા કરવાં જતા પદયાત્રીઓ અંબાજી પગપાળા પહોંચી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને પુનમ ભરનારા સાથે પોષીપુનમે માતાજીનો જન્મદિવસ મનાવવા અંબાજી પહોંચી રહેલાં યાત્રીકો પણ જણાવી રહ્યા છે કે, મંદિર બંધ કરવાનો નિર્ણય વહેલાં લેવો જોઇએ જેથી કરીને દુર દુરથી પગપાળાં નિકળનારા યાત્રીકો અંબાજી જવા માટેનો વહેસર નિર્ણય લઇ શકે.

યાત્રીકોને પ્રસાદ મળી રહે તે માટે કાઉન્ટર શરૂ કર્યા

રવિવાર અને પુનમને લઇને શ્રદ્ધાળુંઓ અંબાજી પહોંચી રહ્યા છે, ત્યારે મંદિર દર્શનાર્થીઓ માટે ભલે બંધ હોય પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે આવા સમયે અંબાજી પહોંચતાં યાત્રીકોને પ્રસાદ મળી રહે તેના માટેનાં કાઉન્ટર પણ શરૂ કર્યા છે.

Corona cases in Gujarat :અંબાજી મંદિર બંધ કરાતા મંદિર પરીષરમાં સન્નાટો

Yatradham Ambaji : ગુજરાતના તમામ વિસ્તારોમાંથી સંતો મહંતો યાત્રાધામ અંબાજી ખાતે ઉમટી પડ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.