બનાસકાંઠા દિવાળીના તહેવારો (Diwali Festival) બાદ નવ વર્ષના દિવસોમાં શક્તિપીઠ (ambaji shakti peeth) અંબાજી મંદિરમાં (ambaji temple gujarat closed) શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે, પરંતુ આ વખતે આ વખતે અમાસનું સૂર્ય ગ્રહણ (surya grahan) હોવાથી અંબાજી મંદિરમાં વહેલી સવારે પહેલા પરોઢીયે 4 વાગે માતાજીની મંગળા આરતી કર્યા પછી મંદિરના પટ્ટ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. એક સમયે જે મંદિરમાં દર્શનાર્થીઓની લાંબી લાઈનો જોવા મળતી હોય છે. તે મંદિર આજે સુમસામ જોવા મળ્યું હતું. એટલે સમગ્ર પરિસરમાં સન્નાટો જોવા મળ્યો હતો.
યજ્ઞ કુંડો પણ શાંત અને ઠંડા થઈને બેઠા હોય તેવા જોવા મળી રહ્યા છે નવા દિવસોમાં અંબાજી મંદિરની (ambaji temple gujarat closed) યજ્ઞશાળા મંત્રોચ્ચારથી ગૂંજતી હોય ને યજ્ઞકુંડ અગ્નિથી ધસમસતા જોવા મળતા હોય છે. ત્યાં આજે યજ્ઞ કુંડો પણ શાંત અને ઠંડા થઈને બેઠા હોય તેવા જોવા મળી રહ્યા છે. આજે તમામ પ્રકારની પૂજા વિધીઓ ઉપર ગ્રહણ (surya grahan) લાગતા શક્તિપીઠમાં (ambaji shakti peeth) સન્નાટો જોવા મળી રહ્યો છે.
અન્નકૂટની પરંપરા તૂટશે ભટ્ટજી મહારાજના જણાવ્યા મુજબ, પહેલી પરોઢિયે 4 વાગ્યે આરતી કરવાની ઘટના અત્યાર સુધીમાં સૌપ્રથમ (ambaji temple gujarat) વખત બનવા પામી છે. ને આવતી કાલે બેસતા વર્ષે સવારની આરતી 7.30ના બદલે 6.00 કલાકે કરવામાં આવશે. જ્યારે વર્ષોની પરંપરા મુજબ માતાજીને ધરાવાતો અન્નકૂટ આ વખતે નહીં ધરાવાય.
દુકાનો પણ બંધ જોકે, આજે નવા દિવસોની શરૂઆતમાં વેપારીઓ પણ વેપારની નવી આશા લઈને પોતાના ધંધા રોજગાર લઈને બેઠા (ambaji temple gujarat) હોય છે. ત્યાં આજે અંબાજી મંદિરમાં એક પણ યાત્રિતને પ્રવેશ ન અપાતા અંબાજી મંદિરની (ambaji temple gujarat closed) બહાર પ્રસાદ પૂજાપા રમકડાં, ગુગલધૂપ તેમ જ વિવિધ 80 જેટલી દુકાનો પણ બંધ રહી છે.
એકલદોકલ પ્રવાસીઓ જ દેખાયા એટલું જ નહીં આજે સૂર્યગ્રહણને (surya grahan) લઈ અંબાજી મંદિર બંધ રહેતા મંદિર પરિસર તેમ જ મંદિર શોપિંગ સેન્ટર જ નહીં, પણ અંબાજીના (ambaji temple gujarat closed) બજારોમાં પણ સ્થાનિક એકલ દોકલ પ્રવાસીઓ સિવાય અંબાજીના બજારો પણ સુમસામ જોવા મળી રહ્યા છે.