- પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના હિદાયતભાઈનો અનોખો ચકલી પ્રેમ
- દસ વર્ષોથી પોતાના ઘરમાં પચાસ જેટલાં ચકલીઓના માળા દ્વારા ચકલીઓનું જતન
- ચકલીઓને નુકસાનના પહોંચે તે માટે જુના ઘરનું રિનોવેશન પણ ટાળ્યું
આ પણ વાંચોઃ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જામનગરમાં પર્યાવરણ પ્રેમીઓએ માળા અને કૂંડા વિતરણ કર્યા
Body: બનાસકાંઠા જિલ્લામાં પણ સમગ્ર રાજ્યની જેમ ચકલીઓની પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે ત્યારે પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના પ્રકૃતિપ્રેમી હિદાયતભાઈ છેલ્લા 10 વર્ષથી પોતાના ઘરમાં ચકલીઓ વિશેષ કાળજી લઈ તેમનું જતન કરી રહ્યાં છે. તેઓ દરરોજ સવાર અને સાંજ બે ટાઈમ ચકલીઓને દાણા નાખી તેમનું જતન કરે છે. ચકલીઓના માળા તૂટી ન જાય તે માટે તેમણે પોતાનું જૂનું લાકડાવાડું મકાન રિનોવેશન પણ કરાવ્યું નથી. ચકલીઓ પ્રત્યેનો હિદાયતભાઈનો પ્રેમ અન્યો માટે પણ એક પ્રેરણારૂપ છે.
શા માટે વિશ્વ ચકલી દિવસ?
સમગ્ર વિશ્વમાં વધતાં જતાં સિમેન્ટ કોન્ક્રિટના જંગલોને લીધે દિન પ્રતિદિન ચકલીઓની સંખ્યા ઘટી રહી છે, જેને લઈ નેચર ફોરેવર નામની સંસ્થાના સ્થાપક દિલાવરભાઈએ વર્ષ 2009માં ચકલીઓ બચાવવા અભિયાન ચલાવ્યું હતું. આને લઈ આજે વિશ્વના 30 દેશોમાં ચકલીઓને બચાવવા મુહિમ ચાલે છે અને દર 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ મનાવી ચકલીઓ પ્રજાતિને બચાવવા પ્રયત્નો કરાય છે.
શા માટે લુપ્ત થઈ રહી છે ચકલીઓ?
ચકલીઓ મોટા ભાગે લાકડાવાડા તેમજ કાચા નલિયા વાળા મકાનોમાં પોતાનો માળો બનાવી રહેતી હોય છે, પરંતુ વિકાસના નામે આજનો કહેવાતો આધુનિક માનવી ઊંચી ઊંચી બિલ્ડિંગોરૂપે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કરતો થયો છે. આથી ચકલીઓ આવા ઘરોમાં પોતાનું માળું બાંધી શકતી નથી. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગને લીધે વધતી જતી ગરમી,પ્રદુષણ તેમજ પાણીની તંગીથી ચકલીઓ જલ્દી મૃત્યુ પામતી હોય છે ત્યારે આજના આધુનિકયુગમાં ચકલીઓને બચાવવી એ એક પડકાર સમાન છે.
ચકલીઓ માત્ર એક જ પ્રજાતિ માનવ વસાહતોમાં જોવા મળે છે
ચકલીઓની આમ કુલ 6 પ્રજાતિઓ છે, જેમાંથી 5 પ્રજાતિઓ માત્ર જંગલોમાં જ જોવા મળે છે. જ્યારે હેબેચ્યુલ સ્પેરૉ નામની આ પ્રજાતિ જ માનવ વસાહતોમાં પોતાનું જીવન ટકાવવા સંઘર્ષ કરી રહી છે.