- કૂંડાળીયા ગામે પીવાના પાણીની સમસ્યા
- કુંડાળીયાગામના મહિલા સરપંચ દ્વારા કલેક્ટર તેમજ મુખ્યપ્રધાનને કરાઈ લેખિત રજૂઆત
- છેલ્લા કેટલાય સમયથી નથી મળતું પીવાનું પાણી
- ઉનાળો આવતાની સાથે પીવાના પાણીની સમસ્યા શરૂ
બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના નામ કૂંડાળીયા ગામે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જો કે છેલ્લા કેટકાયથી પીવાનું પાણીના મળતા ગ્રામજનોમાં રોસ જોવા મળ્યો હતો, જ્યારે ઉનાળો આવતાની સાથે કૂંડાળીયા ગામે પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઇ છે. હાલ પાણીના ટીપે ટીપા માટે લોકો અને પશુ વલખા મારી રહ્યા છે. કૂંડાળીયા ગામે અંદાજિત 2000ની જનસંખ્યા ધરાવતું ગામ છે. આ ગામ એક હજારથી વધુ પશુધન ધરાવે છે, પરંતુ ઉનાળો આવતાની સાથે કૂંડાળીયા ગામે પાણીની સમસ્યા સર્જાતા પશુ માટે પાણીના હવાડા ખાલીખમ જણાઈ રહ્યા છે. જેથી કરીને પાણી વગર પશુધન વલખા મારી રહ્યો છે. જો કે, ઉનાળો આવતા જ સરહદી વિસ્તારમાં પાણી માટે હાડમારી ભોગવવી પડે છે, તો સત્વરે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓ તેમજ લોકોને પીવા માટે પાણી મળી રહે તેવી કૂંડાળીયા ગામના ગ્રામજનોની માગ છે.
![પીવાના પાણીની સમસ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-pani-gjc1009_22032021222939_2203f_1616432379_316.jpg)
આ પણ વાંચો - પાલનપુરની મહિલાઓએ પીવાના પાણી અંગે વિરોધ નોંધાવ્યો
કુંડાળીયા ગામના મહિલા સરપંચ દ્વારા કલેક્ટર તેમજ મુખ્યપ્રધાનને કરાઈ લેખિત રજૂઆત
બનાસકાંઠાના સરહદી કુંડાળીયા ગામે પીવાનું પાણીના મળતાં મહિલા સરપંચ દ્વારા કલેક્ટર તેમજ ગુજરાતની મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિતમાં રજૂયાત કરી છે. જોકે આ બાબતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને વારંવાર વિનંતી કરેલા છે કે, અમોને પાણીની વ્યવસ્થા કરી આપો અમારા ગામના મુખ્ય હવાડાઓ ટેન્કર મારફત કે, પાણી લાઈન મારફતે ભરી આપવા, પરંતુ પાણી પુરવઠા વિભાગ તરફથી અમને એટલો જ જવાબ મળે છે કે, તમારા ગામમાં પાણી આવે છે. પાણીના ટેન્કર કોઈ ગામમાં આપતા નથી, જેવા જવાબો આપવામાં આવે છે. જેથી કરીને અત્યારે કૂંડાળીયા ગામની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા કેટલાય દિવસથી ગામની અંદર બિલકુલ પાણી આવતું નથી. મહિલા સરપંચ દ્વારા અત્યારે તેમના લેટરપેડ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને જણાવવામાં આવ્યું છે કે, તાત્કાલિક ધોરણે અમારા ગામ કુંડાળીયામાં પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે.
આ પણ વાંચો - પાલનપુરમાં 15 દિવસથી પાણી ન આવતા મહિલાઓએ માટલા ફોડ્યા
વિશ્વ જળ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે સરહદી વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત
કેન્દ્ર અને રાજ્ય સરકાર નલ સે જલની યોજનાની મોટા ઉપાડે શરૂઆત થઈ છે, પણ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આજે પણ પાણીનો કકળાટ યથાવત છે. વાવ તાલુકાના કુંડાળીયા ગામના દ્રશ્યો જ ઘણુ બધું કહી જાય છે. કારણ કે બુંદ બુંદ માટે ગામની મહિલા આજે પણ ફરતી રહે છે. કારણ કે ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે.
આ પણ વાંચો - વિશ્વ જળ દિવસે જ પાણી માટે પોકાર, રાજકોટ કિસાન સંઘે ચેક ડેમ રિપેર કરવાની કરી માગ