ETV Bharat / state

Banaskantha News: ડીસા ડોક્ટર હાઉસમાં જિલ્લા આરોગ્ય વિભાગના દરોડા, સોનોગ્રાફી મશીન કર્યા સીલ - Banaskantha news

ડીસા શહેરમાં આવેલી છ જેટલી ગાયનેક હોસ્પિટલોમાં જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમોએ આજે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં ત્રણ હોસ્પિટલોમાં રજીસ્ટર નિભાવણીમાં અનિયમિતતા તેમજ કાયદાનો ભંગ થતા સોનોગ્રાફી મશીન સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Etv BhaBanaskantha News: ડીસા ડોક્ટર હાઉસBanaskantha News: ડીસા ડોક્ટર હાઉસમાં જિલ્લા આરોગ્ય વિભાગના દરોડા, સોનોગ્રાફી મશીન કર્યા સીલમાં જિલ્લા આરોગ્ય વિભાગના દરોડા, સોનોગ્રાફી મશીન કર્યા સીલrat
Banaskantha News: ડીસા ડોક્ટર હાઉસમાં જિલ્લા આરોગ્ય વિભાગના દરોડા, સોનોગ્રાફી મશીન કર્યા સીલ
author img

By

Published : Jul 5, 2023, 12:41 PM IST

બનાસકાંઠા: બનાસકાંઠામાં સ્ત્રી જન્મદરની સંખ્યા ઓછી હોવાનું સામે આવતાની સાથે તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લામાં સ્ત્રી જન્મદરનું ઓરમાન ખુબજ ઓછું છે. તેમજ હોસ્પિટલોમા ગર્ભનું જાતિ પરીક્ષણ થતું હોવાની ફરિયાદોને પગલે આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ,જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.જે.એચ. હરિયાણી તેમજ ડીસા તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી એચ ચૌધરી સહિત આરોગ્ય વિભાગની ટીમે ડીસાની ગાયનેક હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.

"બનાસકાંઠા જિલ્લામાં સ્ત્રી જન્મદરનો રેસીયો ઓછો હોઇ ગાયનેક હોસ્પિટલોમાં ગર્ભનું જાતિ પરીક્ષણ થતું હોવાનું તેમજ પીસી અને પીએનડીટી એક્ટનો ભંગ થતો હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગની ટીમોએ ઓચિંતી રેડ કરી હતી.જેમાં છ જેટલી હોસ્પિટલોમાં રેકોર્ડ અને રિપોર્ટની ચકાસણી કરતા હોસ્પિટલમાં અલગ અલગ ભૂલો જણાઈ આવી હતી.તેમજ ત્રણ જગ્યાએ કાયદાનો ભંગ થતા ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે.સોનોગ્રાફી મશીન સીલ કર્યા બાદ રોજ કામ કરી કાયદામાં કઈ રીતે ભંગ થયો છે તે પ્રમાણે હોસ્પિટલને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરાશે" -- ડો. જયેશ પટેલ ( આરોગ્ય અધિકારી)

મશીનો સીલ: આરોગ્યની ટીમે કુલ છ જેટલી હોસ્પિટલોમાં ચેકિંગ કરતા હોસ્પિટલોમાં ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરવામાં અનિયમિતતા જણાઈ આવી હતી.જ્યારે ત્રણ હોસ્પિટલોમાં સોનોગ્રાફી મશીનના નિભાવણી રજીસ્ટરમાં અનિયમિતતા તેમજ તબીબની હાજરી ન હોવા છતાં સોનોગ્રાફી મશીન ખુલ્લું રાખવા સહિત અનેક બાબતોમાં કાયદાકીય જોગવાઈઓનો ભંગ થતો હોવાનું જણાયું હતું.જેથી આરોગ્ય વિભાગેમાં હોસ્પિટલ, જનની હોસ્પિટલ તેમજ બાલાજી હોસ્પિટલ સહિત ત્રણ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનો સીલ કરવામાં આવ્યા હતા.

  1. Banaskantha News: MLA એ પોલીસ પર આક્ષેપવાળું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું, વળતો જવાબ આ હતો
  2. Banaskantha News: દિવ્યાંગભવન એટલે ગમ્મત સાથે જ્ઞાનનું કેન્દ્ર, અનેક દિવ્યાંગ થયા ટેકનોલોજીથી શિક્ષિત
  3. Banaskantha news : ડીસામાં પાલિકાએ દબાણ દૂર કરાતા બાળકો સહિત લોકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા, વરસાદના વાતાવરણમાં લોકો જાય ક્યા?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.