ETV Bharat / state

ડીસાના યુવાનનો ચાર સેકંડમાં સાફો બનાવવાનો રેકોર્ડ, ગીનીસ બુકમાં મેળવ્યું સ્થાન - Banaskantha News

બનાસકાંઠાના ડીસામાં રહેતા એક યુવકે માત્ર ચાર સેકન્ડમાં જ સાફો અથવા પાઘડી બનાવવા માટેનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમના માટે આ યુવકને ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળ્યું છે. વર્લ્ડ રેકોર્ડ બનાવનાર આ યુવકે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુવક દ્વારા બનાવવામાં આવેલા સાફા પોતાના કાર્યક્રમોમાં પહેર્યા છે.

deesas-young-men-make-head-dress-record-in-four-seconds
યુવાનનો ચાર સેકંડમાં સાફો બનાવવાનો રેકોર્ડ, ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં મેળવ્યુ સ્થાન
author img

By

Published : Nov 11, 2020, 5:39 PM IST

  • ડીસાના યુવાનની પાઘડી બાંધવાની કળા
  • 4 સેકન્ડમાં પાઘડી બાંધવાનો વર્લ્ડ રેકોર્ડ
  • મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન શૈલેષ ઠક્કરના હાથે પહેરે છે સાફો
  • ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં મેળવ્યુ સ્થાન

    બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાં રહેતા એક યુવકે માત્ર ચાર સેકન્ડમાં જ સાફો અથવા પાઘડી બનાવવા માટેનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમના માટે આ યુવકને ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળ્યું છે. વર્લ્ડ રેકોર્ડ બનાવનાર આ યુવકે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુવક દ્વારા બનાવવામાં આવેલા સાફા પોતાના કાર્યક્રમોમાં પહેર્યા છે.
    યુવાનનો ચાર સેકંડમાં સાફો બનાવવાનો રેકોર્ડ, ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં મેળવ્યુ સ્થાન

4 સેકન્ડમાં પાઘડી બાંધવાનો વર્લ્ડ રેકોર્ડ

આધુનિક સમયમાં લોકોએ રોજીંદા જીવનમાં પાઘડી કે સાફા પહેરવાનું બંધ કર્યું છે. પરંતુ આજે પણ સામાજિક પ્રસંગોમાં લોકો વિશેષ સાફા બાંધી પોતાની સંસ્કૃતિને વાગોળતા હોય છે. પ્રાચીન સમયમાં લોકો પોતાની પાઘડી કે સાફાથી જ ઓળખાતા હતા. પરંતુ સમય જતાં હવે પાઘડી અને સાફાનું મહત્ત્વ વિસરાતું ગયું છે. ત્યારે ડીસાના શૈલેષ ઠક્કર છેલ્લાં 32 વર્ષથી લોકોના માથે સાફો અને પાઘડી પહેરાવવાનું કામ કરે છે. સૌથી મહત્વની બાબત એ છે કે માત્ર ચાર સેકન્ડમાં જ શૈલેષ લોકોના માથે સાફો બાંધી શકે છે.

Deesa's young men make head-dress record in four seconds
ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં મેળવ્યુ સ્થા

વડાપ્રધાન મોદી પહેરે છે શૈલેષ ઠક્કરના હાથે સાફે કે પાઘડી

શૈલેષભાઈની સાફો કે પાઘડી બાંધવાની આ કળાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘાયલ છે. અત્યાર સુધી 200 વાર સાફા કે પાઘડી શૈલેષએ PM નરેન્દ્ર મોદીને પહેરાવી ચૂક્યા હોવાનો તેમનો દાવો છે. 2004માં તેઓ મુખ્યપ્રધાન બન્યા તે બાદ તેમના હાથે બનાવેલા સાફા જ નરેન્દ્ર મોદી પહેરે છે. મુખ્ય પ્રધાનની શપથવિધી, સદભાવના કાર્યક્રમ અને રામ મંદિરના ભૂમિપૂજન હોય કે પછી વડાપ્રધાન બન્યા બાદ લાલ કિલ્લાથી દેશને સંબોધવાનું હોય આ તમામ ઐતિહાસિક ક્ષણોમાં વડાપ્રધાન જે સાફો કે પાઘડી પોતાના માથે મૂકે છે, તે સાફો કે પાઘડી શૈલેષ ઠકકર દ્વારા બનાવેલી હોય છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીના કાર્યક્રમો અગાઉથી નક્કી હોય છે. આ કાર્યક્રમોમાં જો તેઓ સાફો કે પાઘડી પહેરવાના હોય તો તે શૈલેષભાઈ વડા પ્રધાનના આવાસ જઈ બનાવે છે, જેથી આજે પણ દેશના મહત્ત્વના કાર્યક્રમોમાં જ્યારે પણ વડાપ્રધાન માથે સાફો કે પાઘડી ધારણ કરે છે. તેનું કનેક્શન ગુજરાત સાથે જોડાયેલું છે. શૈલેષભાઈએ એવી વ્યક્તિ છે કે જે વડાપ્રધાનને માથે સાફો કે પાઘડી પહેરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.