- બનાસકાંઠાના ડીસામાં છેડતીનો બનાવ
- રાષ્ટ્રીય આયોગના સભ્ય દ્વારા આરોપીને સજા આવાની કરાઇ માંગ
- આરોપી વિરૂદ્ધ IPC કલમ 354(A) અને પોસ્કો કલમ 8 મુજબ નોંધાયો ગુનો
બનાસકાંઠાઃ ડીસા શહેરના જલારામ મંદિર સામે આવેલા સ્ટુડિયો-11 સલુન એન્ડ સ્પામાં હેર સ્પા કરાવવા ગયેલી સગીરા સાથે છેડતી કરાવામાં આવી હતી. સગીરાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ડીસામાં સ્પા સેન્ટરમાં છેડતીનો બનાવ
ડીસા શહેરના જલારામ મંદિર સામે આવેલ રેજીમેન્ટ રોડ પર આવેલા ગોલ્ડ માઇલ્ડ સ્ટોન શોપિંગ સેન્ટર બીજા માળ પર "સ્ટુડિયો-11 સલુન એન્ડ સ્પા" આવેલું છે. જેમાં ગુરૂવારના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે એક સગીરા હેર સ્પા કરાવવા માટે ગઇ હતી. જે દરમિયાન સ્ટુડિયો-11 માં કામ કરતાં સુશીલ હંસરાજ યાદવે "બેક મસાજ" કરવાનું કહીને અંદરના રૂમમાં લઈ ગયા બાદ સ્ટોપર બંધ કરી હતી. આથી સગીરાએ સ્ટોપર કેમ બંધ કરો છો તેમ કહેતાં સુશીલ યાદવે અહીનો રૂલ્સ છે. તેમ કહી સગીરા સાથે ગેરવર્તન કર્યું હતું. આથી સગીરા દ્વારા પોલીસને ફોન કરવાનું કહેતાં સુશીલ યાદવે સ્ટોપર ખોલતા સગીરા બહાર દોડી સ્પાના અન્ય લોકો સાથે આપવીતી જણાવી હતી.