- બનાસકાંઠા જિલ્લામાં 5 લાખ બાળકોને ડિપ્થેઠરીયાની રસી અપાશે
- બનાસકાંઠા જિલ્લામાં 19 જુલાઈથી ડિપ્થેરિયાનું રસીકરણ (Diphtheria vaccination) શરૂ
- 16 વર્ષથી વધુ વયના 5 લાખ બાળકોને ડિપ્થેરિયાની રસી આપવામાં આવશે
- ડિપ્થેરિયા (Diphtheria) નામના રોગને અટકાવવા તંત્ર દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરાશે
બનાસકાંઠાઃ જિલ્લામાં વધતા જતા વાયરલ ફીવરના કારણે નાના બાળકો સૌથી વધુ બીમારીનો ભોગ બનતા હોય છે, જેના કારણે દરેક હોસ્પિટલો નાના બાળકોથી વરસાદની ઋતુમાં બીમારીથી ઉભરાઈ જતી હોય છે. જિલ્લામાં બે વર્ષ અગાઉ ડિપ્થેરિયા (Diphtheria) નામના રોગે હાહાકાર મચાવ્યો હતો જેમાં વર્ષ-2019માં ડિપ્થેેરિયા (Diphtheria)ના 377 કેસ સામે આવ્યા હતાં. તેમાંથી 17 બાળકોના સારવાર દરમિાયન મોત થયા હતા. ત્યારબાદ વર્ષ-2020માં 71 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 10 બાળકોના મૃત્યુ થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ડિપ્થેિરિયા (Diphtheria)ના 24 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 3 કમનસીબ બાળકોના મૃત્યું થયાં છે.
આ પણ વાંચો- બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરીયાનો રોગ 7 બાળકોને ભરખી ગયો, જાણો શું છે ડિપ્થેરીયા...?
ડિપ્થેરિયા (Diphtheria)ના રોગને અટકાવવા ટીમ તૈયાર
ડિપ્થેરીયાના (Diphtheria) આ રોગથી એક પણ બાળકનું મોત ન થાય તે માટે આરોગ્ય અને શિક્ષણ વિભાગની ટીમને સજ્જ કરી ડિપ્થેરિયા રસીકરણનું (Diphtheria vaccination) મહાઅભિયાન હાથ ધરવામાં આવશે, જેમાં 19 જુલાઈના રોજ ધોરણ-1 અને 2, 20 જુલાઈએ ધોરણ-3, 22 જુલાઈએ ધોરણ-4, 23મી જુલાઈએ ધોરણ-5, 26મી જુલાઈએ ધોરણ-6, 27મી જુલાઈએ ધોરણ-7, 29મી જુલાઈએ ધોરણ- 8, 30મી જુલાઈએ ધોરણ-9 તથા 31મી જુલાઈએ ધોરણ-10માં અભ્યાસ કરતા બાળકો અને 16 વર્ષથી નાના તમામ બાળકોને શાળામાં બોલાવી રસીકરણમાં આવરી લેવાશે.
આ પણ વાંચો- બનાસકાંઠા જિલ્લામાં ડીપ્થેરિયાનો આતંક, અનેક બાળકોના મોત
ડિપ્થેરિયા રસીકરણ (Diphtheria vaccination) મહાઅભિયાનમાં 16,000 કર્મચારીઓ જોડાશે
જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી વધતા જતા ડિપ્થેરીયા (Diphtheria) નામના રોગને અટકાવવા માટે હવે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ બની છે અને વધુમાં વધુ બાળકો આ રોગના સકંજામાં ન આવે તે માટે અત્યારથી જ વહીવટી તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે. ડિપ્થેરિયાના આ રસીકરણ (Diphtheria vaccination) મહાઅભિયાનમાં શિક્ષણ અને આરોગ્ય વિભાગના 16,000 જેટલા કર્મચારીઓ જોડાશે. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ બાળકોના વાલીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, બાળકની સુરક્ષિત અને સલામત જિંદગી માટે ડિપ્થેરિયા (Diphtheria vaccine)ની રસી અવશ્ય મુકવા જણાવ્યું હતું.
કોરોના રસીકરણ બાદ ડિપ્થેરીયા રસીકરણ (Diphtheria vaccination) શરૂ
જિલ્લામાં કોરોના વાયરસની મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા, પરંતુ આ મહામારીને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી વધુમાં વધુ લોકો રસીકરણ કરાવે તે માટે અભિયાન શરૂ કર્યું હતું. અને આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગને લોકોએ વધુમાં વધુ વેક્સિન લઈ કોરોના મહામારીને નાબૂદ કરવા સહકાર આપ્યો હતો. કોરોના મહામારી પણ કોરોના વાઈરસના રસીકરણમાં જિલ્લો મોખરે આવ્યો હતો ત્યારે હવે કોરોનાની સાથે સાથે ડિપ્થેરિયા રોગને નાબૂદ કરવા હવે તંત્ર અત્યારથી જ કામે લાગી ગયું છે.