બનાસકાંઠાઃ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજ ન ચૂકવતાં વ્યાજખોરો ઉગ્ર બન્યા છે. વ્યાજખોરના વધુ પડતા દબાણને કારણે અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે. ધાનેરામાં પણ વ્યાજખોરોના આતંક સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જો કે આ મામલે કોઈજ તપાસ ના થતા લોકોની પીડા વધુ થતા શુક્રવારે ધાનેરાના સંગઠનોએ એક સંપ થઈ ધાનેરાની સજ્જડ બંધનું એલાન આપ્યું હતું. જે મામલે આજે વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. વેપારીઓની માંગ છે કે, લોકડાઉનના સમયે લોકો ખૂબ તકલીફમાં છે અને આવી તકલીફના સમયમાં વ્યાજખોરોના ત્રાસના કારણે લોકોને હાલાકી ન પડે તે માટે તંત્ર સખત પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.