બનાસકાંઠા: ધાનેરાએ રાજસ્થાન પાસે આવેલો તાલુકો હોવાથી અનેક બુટલેગરો મોટાભાગે દારૂની હેરાફેરી કરતા હોય છે. ત્યારે ધાનેરા પોલીસની સક્રિયતાના કારણે બુટલેગરનો દારૂનો જથ્થો ધાનેરા પોલીસએ ઝડપી પાડ્યો હતો. જેના કારણે અનેક બુટલેગરોમાં ધાનેરા પોલીસનો ખોફ જોવા મળી રહ્યો છે. 25 જૂનના રોજ રાજસ્થાન તરફથી કમાન્ડર જીપમાં દારૂ ભરીને ઝાડી વાળા રસ્તા મારફતે લાખણી તરફ લઈ જવાતો હતો. જે અંગેની બાતમી ધાનેરા પોલીસને મળતા ધાખા કોટડા રોડ પર આ જીપને ઝડપી પાડી હતી.
આ રેઇડ દરમિયાન પોલીસએ 936 બોટલ, એક મોબાઈલ અને જીપ ચાલક સાથે અંદાજે 1લાખ 50 હજારનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધાનેરા પી.આઈ ડાભી સાથે વિક્રમભાઈ રાયસગભાઈ અને તેમની ટીમએ નાકાબંધી કરી કમાન્ડર જીપમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો. ધાનેરામાં પી.આઈ ડાબીએ ચાર્જ સંભાળ્યો ત્યારથી આજુબાજુના તાલુકાના અનેક બુટલેગરોમાં ધાનેરા પોલીસનો ખોફ જોવા મળી રહ્યો છે.