ETV Bharat / state

બનાસકાંઠામાં ધાનેરા પોલીસે રાજ્યમાં વાહન ચોરતી ગેંગને ઝડપી - Dhanera Police

બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીના બનાવો બનતા પોલિસ વડા દ્વારા તમામ ચેકપોસ્ટો પર વાહન ચેકિંગ તેમજ પુછપરછ કરવા સુચના અપાઇ હતી, જેને પગલે બુધવારે શંકાસ્પદ જણાતા ત્રણ ઇસમોને પોલીસે પકડીને ઉલટ તપાસ કરતાં મોટા પ્રમાણમાં વાહન ચોરીના ગુનાઓની કબુલાત કરી હતી.

Dhanera police nabbed a vehicle theft gang
બનાસકાંઠામાં ધાનેરા પોલીસે રાજ્યમાં વાહન ચોરતી ગેંગને ઝડપી
author img

By

Published : Jun 4, 2020, 6:37 PM IST

બનાસકાંઠા: જિલ્લામાં વાહન ચોરીના બનાવો બનતા પોલિસવડા દ્વારા તમામ ચેકપોસ્ટો પર વાહન ચેકિંગ તેમજ પુછપરછ કરવા સુચના અપાઇ હતી, જેને પગલે બુધવારે શંકાસ્પદ જણાતા ત્રણ ઇસમોને પોલીસે પકડીને ઉલટ તપાસ કરતાં મોટા પ્રમાણમાં વાહન ચોરીના ગુનાઓની કબુલાત કરી હતી.

જિલ્લામાં વાહન ચોરીઓના ગુનેગારોને શોધી કાઢવાની સુચનાનેે પગલે તેમજ ધાનેરા ખાતેથી ઇક્કો ગાડીની ચોરી થયેલી હોવાથી પોલીસ ઇન્સપેક્ટર એસ.એ.ડાભીની સુચનાને આધારે ધાનેરા પોલીસની ટીમ નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું.

ત્યારે ચેકીંગ દરમિયાન ધાનેરાથી રાજસ્થાન જતી સિફ્ટ કારને ઉભી રખાવી રાજસ્થાનના રહેવાસી સુરેશકુમાર વિશ્નોઇ, નિરજકુમાર વિશ્નોઇ અને જગદિશકુમાર વિશ્નોઇની પુછપરછ કરતા તેમણે ધાનેરાથી ઇકો ગાડી નં-GJ-27-BE-8684 તેમજ ઇકો ગાડી GJ-12-BN-8413ની ચોરીમાં સામેલ હોવાની કબુલાત કરી હતી. તેેેમજ જે બુધવારે ચોરેલી ઇક્કો ગાડી આગળ જતી હોવાનુ જણાવ્યું હતું.

જેથી આ આરોપીઓની વધુ પુછપરછ કરવામાં આવતા ગુજરાત રાજ્યમાં તેમજ અન્ય રાજ્યમાં 15 જેટલી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

ત્યારબાદ પોલિસ દ્વારા તે ઇક્કો ગાડી માટે પીછો કરતા રાજસ્થાનના પળાદર ગામ પાસે તે ઇક્કો ગાડી રસ્તામાં પલ્ટી ખાધેલી હાલતમાં મળી આવતા પોલિસે કબ્જે લીધી હતી.

તેમજ તેઓએ અગાઉ જે ચોરી કરી હતી તે ચોરીના વાહનો હાલમાં ક્યાં છે અને તેઓએ કોને આપ્યા તે બાબતે પોલીસે વધું તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.