ETV Bharat / state

ડીસાના ધારાસભ્યના હસ્તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું - latestgujaratinews

આજરોજ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના હસ્તે ડીસા શહેરમાં થયેલ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડીસાના ધારાસભ્ય આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણીમાં ફરી એકવખત ડીસા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો તેવું તમામ કોર્પોરેટરોએ જણાવ્યું હતું.

ડીસામાં વિવિધ વિકાસોના કામો પૂર્ણ
ડીસામાં વિવિધ વિકાસોના કામો પૂર્ણ
author img

By

Published : Jan 3, 2021, 8:19 AM IST

  • ડીસામાં વિવિધ વિકાસોના કામો પૂર્ણ
  • 50 કીમી ભૂગર્ભ ગટર યોજનાનું કામ પૂર્ણ
  • નાઈટ સેન્ટર હોમનું કરાયું લોકાર્પણ
  • ડીસાને 500 કરોડના ખર્ચે મળશે નર્મદાનું પાણી
  • લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર શરૂ
    ડીસાના ધારાસભ્યના હસ્તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું

બનાસકાંઠા :ડીસા શહેરમાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે. ત્યારથી ડીસા શહેરના વિકાસમાં મોટો ફેરફાર જોવા મળે છે. ડીસા નગરપાલિકાના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ભાજપ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે, ખાસ કરીને ડીસા શહેરમાં કરોડોના ખર્ચે તમામ વોર્ડના નવા રોડ તૈયાર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત 50 કિલોમીટર ગટરનું કામ પણ હાલમાં પૂર્ણ થયું છે. આ ઉપરાંત વર્ષોથી આ લોકો લાઇટ વગર પોતાના વિસ્તારમાં રહેતા હતા તે તમામ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા લાઈટો પણ કામ પૂર્ણ કરવામાં આવી છે. ઠંડી હોય તે ગરમી હોય ડીસા શહેરમાં અનેક ભીકસૂકો રોડ પર નજરે પડતા હતા. પરંતુ ડીસામાં પ્રથમવાર નાઈટ સેન્ટર હોમ શરૂ કરવામાં આવશે. તેનાથી આવનારા સમયમાં રોડ પર સૂતા ગરીબ લોકોને મોટો ફાયદો થઇ શકે તેમ છે. પાંચ વર્ષના ભાજપ શાસન દરમિયાન ડીસા શહેરને અનેક વિકાસના કામો મળ્યા છે.

50 કીમી ભૂગર્ભ ગટર યોજનાનું કામ પૂર્ણ

ડીસા શહેરમાં છેલ્લા ચાર વર્ષથી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહી છે. ડીસા નગરપાલિકા દ્વારા ડીસા શહેરના વિકાસ માટે સરકારમાંથી ભૂગર્ભ ગટરના કામ માટે બે કરોડની ગ્રાન્ટ લાવવામાં આવી હતી. જેનું આજે કામ પૂર્ણ થયું હતું અને ડીસા શહેરને 50 કિલોમીટરના અંતરે ભૂગર્ભ ગટરની યોજનાનો લાભ આજથી શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કાનું તમામ કામ પૂર્ણ થતા આજે ડીસાના ધારાસભ્ય દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને બાકીના 500 ચેમ્બરનું કામ બાકી હોવાથી આગામી સમયમાં તે પણ પૂર્ણ કરવામાં આવશે તેવું ધારાસભ્ય જણાવ્યું હતું.

નાઈટ સેન્ટર હોમનું કરાયું લોકાર્પણ

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે ભારત દેશમાં કોઈપણ ગરીબ વ્યક્તિ રોડ પર સૂતો નજરે ના પડે તે માટે તમામ શહેરમાં નાઈટ સેન્ટર હોમ બનાવવા માટેનું જાહેરાત કરી હતી જે અંતર્ગત શહેરમાં પણ 145 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે આ સેન્ટરમાં 142 બેડની સુવિધા પૂરી પાડવામાં આવી છે તેના કારણે ડીસા શહેરમાં જાહેર રસ્તા ઉપર સુતા ગરીબ લોકોને આ સેન્ટર હોમનો લાભ મળશે. 145 લાખના ખર્ચે તૈયાર થયેલ આ સેન્ટર હોમ આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આજથી ગરીબ લોકો માટે આ સેન્ટર હોમ ખુલ્લું મુકવામાં આવ્યો હતો..

ડીસાને 500 કરોડના ખર્ચે મળશે નર્મદાનું પાણી

હાલમાં બનાસકાંઠા જિલ્લા માટે જીવાદોરી સમાન નર્મદા પાણી થકી અનેક તાલુકાઓને પીવા માટે અને ખેતી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. જેના કારણે ખેડૂતોને અને સ્થાનિક લોકોને વર્ષોની પાણીની સમસ્યા દૂર થઈ છે. જે અંતર્ગત છેલ્લા ઘણા સમયથી નહીંવત વરસાદના કારણે ડીસા શહેરમાં પાણીનાં તળ ઉંડા જવા માંડ્યા છે. આવનારા સમયમાં પાણીની મોટી સમસ્યા સર્જાઇ શકે તેમ છે જે સમસ્યાને રજૂઆત ડીસા વાસીઓ દ્વારા ગુજરાત સરકારમાં વારંવાર કરી રહ્યા છે. જે આવનારા સમયમાં ગુજરાત સરકાર દ્વારા ડીસા વાસીઓને 500 કરોડના ખર્ચે નર્મદાનું પાણી ફિલ્ટર કરી ડીસામાં લાવવામાં આવશે. આ નર્મદાનું પાણી ડીસા શહેરના 100 જેટલા ગામોને પૂરું પાડવામાં આવશે. તેમ જ ડીસા શહેરી વિસ્તારમાં પણ નર્મદાનું પાણી ફિલ્ટર કરી લોકોને આપવામાં આવશે. જેના કારણે આવનારા સમયમાં ડીસા વાસીઓ માટે પાણીની સમસ્યા દૂર થઈ શકે તેમ છે.

લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર શરૂ

આજરોજ ડીસા ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા તાલુકા પણ કાર્યક્રમમાં ડીસાના નગરપાલિકાના કોર્પોરેટર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લોકાર્પણ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર શરૂ કર્યા હતા આલુ કાર પણ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા જણાવ્યું હતું કે, આ વર્ષે યોજાનારી 2021ની નગરપાલિકાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો ભગવો નગરપાલિકામાં રહેલા છે અને જનતા પણ જાણે છે કે ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા શહેરમાં કેટલા વિકાસના કામો કરવામાં આવ્યા છે. જેને ધ્યાને લઇ આ વર્ષે યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં 30થી પણ વધુ ભાજપની સીટો આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.