- અંબાજી બસ સ્ટેશનના ઈમારત પર ઉગી નીકળ્યા ઝાડવાઓ
- જર્જરિત બસ સ્ટેશનમાં હાલ પણ પ્રવાસીઓ આવી રહ્યા છે
- ડિમોલીશનની કામગીરી શરૂ, આધુનિક બસ સ્ટેશન બનાવાશે
અંબાજી : અંબાજી બસ સ્ટેશનની ઈમારત અંદાજે 50 વર્ષથી જૂની હોવાથી તેમાં તિરાડો પડી ગઈ છે. જેમાં વિવિધ પ્રકારના ઝાડ પણ ઉગી નીકળ્યા છે. બસ સ્ટેશનની ઈમારત જર્જરિત થઈ ગઈ હોવાથી પ્રવાસીઓ માટે ભયજનક બની છે. જેથી તંત્ર દ્વારા તેના ડિમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડિમોલીશનની કામગીરી 2 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.
જૂની કોટેજ હોસ્પિટલની જગ્યાએ નવું બસ સ્ટેશન નિર્માણ પામશે
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બસ સ્ટેશનની ઈમારત ડિમોલીશ થયા બાદ જૂની કોટેજ હોસ્પિટલની જગ્યાએ નવું આધુનિક બસ સ્ટેશન આકાર લેશે. જ્યાર જૂના બસ સ્ટેશનની જગ્યા અંબાજીના વિકાસ માટે મંદિર ટ્રસ્ટને સુપરત કરવામાં આવી શકે છે.