- વાવના સરહદી ચોથાનેસડા ગામે પીવાનાં પાણી માટે ધાંધિયા
- અનેક વાર રજૂઆત કરી છતાં પરિણામ મીંડું
- ઉનાળાની કાળજાળ ગરમીમાં લોકો ભોગવી રહ્યા છે પરેશાની
- સત્વરે રેગ્યુલર પાણી મળે તેવી ગામ લોકોની માંગ
બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાંઓમાં ઉનાળાની ૠતુમાં પીવાના પાણીના ધાંધિયા જોવા મળતા હોય છે. ભરઉનાળે સરહદી વિસ્તારમાં 45 ડિગ્રીના તાપમાનમાં પીવાના પાણી માટે લોકોને આમતેમ ભટકવું પડે છે. જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવના સરહદી પંથકના રણને અડીને આવેલા ચોથાનેસડા, રાછેણા જેવા ગામોમાં ભરઉનાળે પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે.
આ પણ વાંચો: ધરમપુરના ગામોમાં મહિલાઓને દોઢ કિ.મી. ચાલીને જવું પડે છે પાણી લેવા
જવાબદાર તંત્રને કરી હતી અનેક વાર રજૂઆત
બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ચોથાનેસડા ગામે છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી આવતું ન હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જો કે ચોથાનેસડા ગામના સરપંચ પ્રાગભાઈ રાજપુતે જણાવ્યું હતું કે, ચોથાનેસડા ગામે છેલ્લા પંદર દિવસથી પાણી ના આવતું હોવાના કારણે જવાબદાર તંત્રને અનેક વાર રજૂઆત કરી હતી. જો કે કેટલીવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે ચોથાનેસડાની લાઈનમાં કેટલાય બિનઅધિકૃત કનેક્શન હોવાના કારણે ચોથાનેસડા ગામે પીવાનું પાણી પહોંચતું નથી. જેથી કરીને બિન અધિકૃત કરેલા કનેક્શન હટાવી દેવામાં આવે તો ચોથાનેસડા ગામે રેગ્યુલર પાણી મળી રહે.
ઉનાળો આવે અને પીવાના પાણીની અછત વર્તાવા લાગે છે
બનાસકાંઠાના સરહદી વિસ્તાર તાલુકાના ચોથા નેસડા છેલ્લા પંદર દિવસથી પાણીના મળતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે ભરઉનાળે સરહદી વિસ્તારમાં 45 ડિગ્રી તાપમાનમાં પીવાના પાણી માટે લોકોને આમતેમ ભટકવું પડે છે. જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવના સરહદી પંથકના રણને અડીને આવેલા ચોથાનેસડા-રાછેણા જેવા ગામોમાં ભરઉનાળે પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે. ચોથાનેસડા ગામે છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી પુરતું મળતું નથી. તેવું લોકો જણાવી રહ્યાં છે. ઉનાળો આવે અને પીવાના પાણીની અછત વર્તાવા લાગે છે.
આ પણ વાંચો: કોરોનાની મહામારી વચ્ચે બનાસકાંઠાના સરહદી કોરેટી ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
સત્વરે રેગ્યુલર પાણી મળે તેવી ગામ લોકોની માગ
બનાસકાંઠાના સરહદી રણ વિસ્તારના ગામોને પીવાના પાણીની ગંભીર પરિસ્થિતિઓ ઊભી થવાને આરે છે. જ્યારે ચોથાનેસડા ગામે સ્થાનિકોના કહેવા મુજબ છેલ્લા પંદર દિવસથી પાણી પુરવઠાની લાઇન દ્વારા પાણી બિલકુલ પૂરતા પ્રમાણમાં અપાતું નથી. જેથી કરીને જવાબદાર તંત્ર દ્વારા પાણી પુરવઠાની લાઈન દ્વારા રેગ્યુલર પાણી પૂરું પાડવામાં આવે એવી સ્થાનિકોની માગ છે.