ETV Bharat / state

ડીસામાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને ઈન્જેકશનની વ્યવસ્થા માટે રજૂઆત - Deesa Aam Aadmi Party

બનાસકાંઠા જિલ્લામાં પણ હવે કોરોના મહામારી બાદ હવે મ્યુકોરમાઇકોસીસના કેસો વધી રહ્યાં છે. જેની સારવાર માટેના ઇન્જેક્શનની કમી વર્તાઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા ઇન્જેક્શન માટે યોગ્ય વ્યવસ્થા કરાવી બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક લેવલે સારવાર મળે તે માટે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું.

ડીસામાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને ઈન્જેકશનની વ્યવસ્થા માટે રજૂઆત

author img

By

Published : May 20, 2021, 6:35 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી સાથે મ્યુકોરમાઇકોસીસના કેસોમાં વધારો
  • બનાસકાંઠામાં સ્થાનિક હોસ્પિટલ્સમાં સારવાર ઉપલબ્ધ કરાવવા રજૂઆત
  • આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કરી રજૂઆત

    ડીસાઃ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસનો કહેર ઉગ્ર બનતો જાય છે. ગત વર્ષે પણ કોરોનાવાયરસની મહામારીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વર્ષે પણ કોરોનાવાયરસની મહામારી શરૂ થતાંની સાથે જ લોકોએ મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ 100થી પણ વધુ કોરોના દર્દીઓ સામે આવતા બનાસકાંઠા જિલ્લાની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ હતી. સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત વર્તાઈ હતી અને આ અછતના કારણે બનાસકાંઠા જિલ્લામાં અનેક કોરોના દર્દીઓના મોત પણ નિપજ્યા હતાં. છેલ્લા ત્રણ મહિનાથી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસની મહામારીના કારણે ભયનો માહોલ પણ છે. સતત વધતા જતા કોરોના કેસના કારણે જિલ્લામાં તમામ તાલુકાઓમાં લોકડાઉન પણ આપી દેવામાં આવ્યું હતું ત્યારે હવે કોરોનાવાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તો હવે અન્ય બીમારીઓમાં વધારો થતાં ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
    બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક લેવલે સારવાર મળે તે માટે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રજૂઆત કરી

    આ પણ વાંચોઃ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં થઇ 30 હજાર કરતાં વધુ કેરીના બોક્સની આવક

મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે રજૂઆત

કોરોના મહામારી બાદની આડઅસરથી ઉભા થતા રોગ મ્યુકોરમાઇકોસીસના કેસો પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેમાં અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ રોજના 20 થી 25 જેટલા કેસો સામે આવતા હોવાનું ડોક્ટરોનું માનવું છે. જોકે અત્યારે આ રોગની સારવાર માટે સૌથી મહત્વના ગણાતા ઇન્ફોટેરેસીન-બી ઈન્જેક્શનની પણ ભારે અછત છે અને તે પણ સરળતાથી મળતા નથી, આ ઈન્જેકશન તાત્કાલિક ન મળવાના કારણે મોટાભાગના દર્દીઓની તબિયત પણ વધુ બગડી રહી છે. તેવામાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઇન્જેક્શન માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે માટે ડીસા આમ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે કોઈ વ્યવસ્થા નથી

અત્યારે બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક હોસ્પિટલમાં આ રોગના સારવાર માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. જેથી સરકાર દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ થાય તે માટે રજૂઆત કરાઈ હતી. આ અંગે ડૉ. રમેશ પટેલે જણાવ્યું હતું કે અત્યારે બનાસકાંઠામાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સારવાર માટે ઇન્ફોટેરેસીન બી ઈન્જેકશન તાત્કાલિક મળે અને સ્થાનિક હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા થાય તે માટે રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃ હવે ઘરે બેઠા થશે કોરોના ટેસ્ટ, ICMRએ આપી હોમ બેઈઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને મંજૂરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.