ETV Bharat / state

ડીસા તાલુકા વિકાસ અધિકારીનો રાજાપાઠ: કચેરીમાં દારૂ પીધેલી હાલતમાં અરજદારો સાથે બેહૂદું વર્તન - દારૂ પીધેલી હાલતમાં ડીસા તાલુકા વિકાસ અધિકારી

ડીસા તાલુકા પંચાયતમાં ફરજ બજાવી રહેલા તાલુકા વિકાસ અધિકારી (Deesa Taluka Development Officer) તેમની જ કચેરીમાં દારૂ પીધેલી હાલતમાં અરજદારો સાથે બેહૂદું વર્તન કરતાં હોવાના આક્ષેપો થયા છે. મામલો વણસી જતાં ડીસા શહેર ઉત્તર પોલીસે ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા તાલુકા વિકાસ અધિકારીનો રાજાપાઠ
ડીસા તાલુકા વિકાસ અધિકારીનો રાજાપાઠ
author img

By

Published : Nov 2, 2021, 8:01 PM IST

  • ડીસા તાલુકા વિકાસ અધિકારીનો રાજાપાઠ
  • ડીસા તાલુકા વિકાસ અધિકારી નશામાં હોવાના વિદ્યાર્થીઓના આક્ષેપ
  • તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ પર સંયમ ન કરતાં હંગામો
  • TDOની ઓફિસ આગળ ધરણા પર બેઠા વિદ્યાર્થીઓ
  • TDOને ડીસા ઉત્તર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા

ડીસા: ગુજરાતમાં દારૂ બંધી છે અને અહી દારૂ પીવો ગુન્હો બને છે. ત્યારે ડીસાના તાલુકા વિકાસ અધિકારી (Deesa Taluka Development Officer) તેમની જ કચેરીમાં દારૂ પીધેલા હોવાના આક્ષેપો થયા છે. આ આક્ષેપો કર્યા છે તાલુકા પંચાયત કચેરીમાં આવતા અરજદારોએ. છેલ્લા ઘણા સમયથી ડીસાની તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ દસ્તાવેજો માટે વિધાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે. જેથી વિધાર્થીઓ પણ પરેશાન થઈ ગયા છે.

ડીસા તાલુકા વિકાસ અધિકારીનો રાજાપાઠ

વિદ્યાર્થીઓનો હંગામો

આજે પણ આવકના દાખલા અને ક્રિમિલિયર સર્ટિફિકેટ લેવા આવતા વિધાર્થીઓને પ્રમાણપત્રો ના મળતા વિધાર્થીઓ અકળાઈ ઉઠ્યા હતા અને આ અંગે ડીસા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકીને રજૂઆત કરવા માટે તેમના ચેમ્બરમાં ગયા હતા. દરમિયાન અચાનક વિધાર્થીઓ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જતાં તાલુકા વિકાસ અધિકારી ઉશ્કેરાઈ ગયા હતા અને વિધાર્થીઓ સાથે ધક્કા મુક્કી કરવા ઉપરાંત ગાળા-ગાળી પર ઉતરી આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓએ તાલુકા પંચાયત કચેરીમાં જ હંગામો કર્યો હતો.

TDO નશાની હાલતમાં જોવા મળ્યા

આ ઘટનામાં રજૂઆત કરવા આવેલા વિધાર્થીઓએ જણાવ્યુ હતું કે, તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી તેમના ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં મળ્યા હતા. તેના લીધે વિધાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે જ્યારે મીડિયાકર્મીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે તાલુકા વિકાસ અધિકારી અસાધારણ અવસ્થામાં જોવા મળ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ તેમણે નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાનું જણાતું હતું. મીડિયા સાથેની વાતચીતમા પણ તાલુકા વિકાસ અધિકારી યોગ્ય રીતે પ્રત્યુત્તર આપવા માટે સમર્થ જણાયા નહોતા.

ડીસા તાલુકા વિકાસ અધિકારીનો રાજાપાઠ
ડીસા તાલુકા વિકાસ અધિકારીનો રાજાપાઠ

સરકારી ભરતી માટે દાખલા મળતા ન હતા

આ ઘટનામાં તાલુકા વિકાસ અધિકારી સભાન અવસ્થામાં ન હોવાનું વિધાર્થીઓ જણાવી રહ્યા છે અને આજે બનેલી ઘટનાને પગલે પણ વિધાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે. વિધાર્થીઓના આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિધાર્થીઓને સમયસર પ્રમાણ પત્રો આપવામાં આવતા ન હોવાથી વિધાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ડીસા તાલુકા વિકાસ અધિકારીનો રાજાપાઠ
ડીસા તાલુકા વિકાસ અધિકારીનો રાજાપાઠ

તાલુકા વિકાસ અધિકારીને ઉત્તર પોલીસ મથકે લવાયા

ડીસાના તાલુકા વિકાસ અધિકારી પ્રાથમિક દ્રષ્ટિએ નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાનું જણાઈ આવતા વિધાર્થીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તાલુકા વિકાસ અધિકારીને તેમની જ ચેમ્બરમાં ઘેરી લીધા હતા. આ ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ તાલુકા પંચાયત ખાતે પહોંચી હતી અને તાલુકા વિકાસ અધિકારી બી.ડી સોલંકીની અટકાયત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.