બનાસકાંઠાના ડીસા શહેરમાં છેલ્લા 40 વર્ષથી નવા વર્ષના પ્રથમ દિવસે સર્વ ધર્મ સમભાવ સ્નેહ મીલનનું આયોજન કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં એક માત્ર રોટરી ક્લબ દ્વારા બેસતા વર્ષના દિવસે સવારે યોજાતા આ સ્નેહમિલન કાર્યક્રમમાં શહેરના રાજકીય, સામાજિક,ધાર્મિક સહિત હિન્દૂ મુસ્લિમ આગેવાનો પણ ઉપસ્થિત રહે છે અને એકબીજાને દિવાળી તેમજ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી, આ સ્નેહમિલન કાર્યક્રમમાં વિદેશી મહેમાન પણ ઘણી વાર આવે છે અને નવા દિવસે આવો એક સાથે એક સમયે શહેરના તમામ નાગરિકો ભેગા મળી એક બીજાને શુભેચ્છાઓ પાઠવતા લોકોને જોઈ તેમણે પણ ખુશી વ્યક્ત કરી હતી.
આ સ્નેહ મિલન કાર્યક્રમમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજ ના આગેવાનોની સાથે રાજકીય કટ્ટર હરીફો પણ મનદુઃખ ભૂલીને એકબીજાને ગળે ભેટતા હોય છે એક કલાક સુધી ચાલતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ ધર્મના લોકો એક બીજાને ગળે મળી નવા વર્ષ ની શુભેચ્છા પાઠવે છે જેથી આ મંચ પર કેટલીક દુર્લભ તસવીરો પણ જોવા મળી હતી.