બનાસકાંઠા: ઉનાળાના સમયમાં ઠંડા પીણાંનું ચલણ ખૂબ જ વધી જાય છે તેમજ પી ન શકાય એવા ઠંડા પીણા સહિતની ચીજ વસ્તુઓના વેચાણના કારણે લોકો બીમારીમાં સપડાય છે. ડીસા નગરપાલિકા, આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે અલગ અલગ 11 ટીમો બનાવી ખાદ્ય ચીજ વસ્તુઓ વેચતા સ્થળો પર તપાસ શરૂ કરી હતી. આ ટીમેએ શહેરમાં ઠંડા પીણા, ફરસાણ, નાસ્તાની લારી, મીઠાઈની દુકાન,હોટલો, પાર્લર સહિત તમામ જગ્યાએ તપાસ કરી હતી.
નોટિસ ફટકારી: કેટલીક જગ્યાએ ડેરીમાં વેંચતા દૂધમાં જીવજંતુઓ, ફરસાણની દુકાનમાં ઘણા દિવસથી પડેલી ખાદ્ય વસ્તુઓ, વારંવાર ફરસાણ તળતા બળેલું તેલ, તેમજ એક્સપાયરી ડેટ વાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગની આજે તપાસ દરમિયાન મોટાભાગની દુકાનોમાં લાઇસન્સ પણ જોવા મળ્યા ન હતા. જેથી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને તંત્રની ટીમોએ રૂપિયા 500 થી 5000 રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો હતો. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીને નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ થતી હતી.
200 જેટલા સ્થળો પર તપાસ: ડીસામાં વહેલી સવારથી તંત્રની ટીમોએ અંદાજિત 200 જેટલા સ્થળો પર તપાસ હાથ ધરી હતી. અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આવા વેપારીઓ ફરીવાર આવી ચીજ વસ્તુઓ ન વેચે તે માટેની કાર્યવાહી હાથ કરી હતી. તંત્રની કાર્યવાહીને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોનાં આરોગ્ય સાથે ચેડા ના થાય અને લોકોને સારી ચીજ વસ્તુઓ મળી રહે તે માટે આજે નગરપાલિકા, પોલીસ અને આરોગ્ય વિભાગ આમ ત્રણેયને સંકલન કરી 11 ટીમો બનાવી હતી.
દંડ ફટકારવામાં આવ્યો: ડીસામાં અલગ અલગ જગ્યાએ હોટલોમાં, દુકાનોમાં, ફરસાણની દુકાનોમાં , લારી ગલ્લા ફરી, બરફની ફેક્ટરીમાં, પાર્લર પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસમાં જ્યાં કોઈ વ્યક્તિઓ એક્સપાયરી વાળી ચીજ વસ્તુઓ રાખતાં હતા. તેમની ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યાં બેદરકારી દેખાય હતી. તેમને 500 થી લઇને 5000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.