- માર્કેટયાર્ડમાં ૧૧ લાખ બોરી મગફળીની આવક થઈ
- ટેકાનાં ભાવ કરતાં ખુલ્લી બજારમાં વધું ભાવ
- માર્કેટયાર્ડો ફરી ધમધમતા થઈ ગયા
ડીસા : બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસા માર્કેટયાર્ડ આજે લાભ પાંચમથી ફરી વખત ધમધમતું થયું છે. ગત વર્ષમાં કોરોનાં મહામારીનાં કારણે વેપારીઓ માટે વર્ષ કપરું સાબિત થયું હતું. તેમજ વિસ્તારમાં વરસાદ ન પડવાનાં કારણે પાકમાં પણ ઓછું વાવેતર જોવા મળ્યું હતું અને પૂરતાં ભાવ પણ નહોતા મળ્યાં. તેમજ આવનારૂ નવુ વર્ષ ખેડૂતો માટે સારુ નિવડે એવી ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી છે. ખેડૂતો અને વેપારીઓએ શુભ મુહૂર્તમાં ખરીદ વેચાણ શરૂ કરી તેમનાં ધંધા રોજગાર શરૂ કર્યા છે.
ખુલ્લી બજારમાં 1200 થી 1300 રૂપિયા જેટલો મગફળીનો ભાવ
ડીસા માર્કેટયાર્ડમાં મગફળીનાં સારા ભાવ મળતા ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું હતું. માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને વેચાણ કરવા માટે આવ્યાં હતાં. તેમજ ખેડૂતોને હજુ પણ મગફળીમાં સારા ભાવ મળે તે માટે માંગ કરી હતી. માર્કેટયાર્ડમાં સરકારનાં ટેકાના ભાવ કરતા ખુલ્લી બજારમાં ખેડૂતોને મગફળીનાં સારા ભાવ મળતા અત્યાર સુધી માર્કેટયાર્ડમાં 11 લાખ મગફળીની બોરીની આવક નોંધાઈ છે. હાલમાં ખેડૂતોને ખુલ્લી બજારમાં 1200 થી 1300 રૂપિયા જેટલો મગફળીનો ભાવ મળી રહ્યો છે.
આ પણ વાંચો ; વિજાપુર માર્કેટ યાર્ડમાં 7000 જેટલી બોરી મગફળીની આવક નોંધાઇ
આ પણ વાંચો ; દ્વારકાનું ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ આજથી ખેડૂતો માટે ફરી થયું ધમધમતું