- બનાસકાંઠા જિલ્લામાં હોળી ધુળેટીના પર્વની અનોખી ઉજવણી
- હોળી ધૂળેટીના તહેવારને લઇ ડીસા માર્કેટયાર્ડમાં સાત દિવસ સુધી મિની-વેકેશન
- 8 દિવસ બાદ માર્કેટયાર્ડ ખુલતા ફરીથી તમામ ધંધા-રોજગાર ધમધમતા થશે
બનાસકાંઠા : હોળી અને ધૂળેટીનો પર્વ આમ તો રાજસ્થાનમાં સૌથી લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ લોકો હોળી-ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી કરતાં હોય છે. આ બે દિવસ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં લોકો અલગ-અલગ કલર અને ગુલાલથી હોળી ધુળેટીના પર્વની ઉજવણી કરતાં હોય છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ હોળીના પર્વ નિમિત્તે નાના બાળકોની ઢુંઢનું એક આગવું મહત્વ રહેલું છે.
હોળી અને ધૂળેટીના તહેવારને લઇ ડીસા માર્કેટયાર્ડમાં સાત દિવસ મિની-વેકેશન
હોળીનો તહેવાર આવતા જ ડીસા ગંજ બજાર સાત દિવસ સુધી બંધ રહે છે અને આઠમથી આઠ દિવસની રજા બાદ ડીસાનું બજાર ફરી ધમધમતું થઈ જાય છે. ડીસા શહેર રાજસ્થાનની સરહદને અડીને આવેલું શહેર છે અને આ શહેરમાં આવેલા માર્કેટયાર્ડમાં મોટાભાગના મજૂરો રાજસ્થાનથી મજૂરી કરવા માટે આવતા હોય છે. રાજસ્થાનમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હોવાના લીધે હોળીના તહેવારને લઇ રાજસ્થાનથી આવતા મજૂરો હોળીની ઉજવણી કરવા માટે રજા પર ઉતરીને રાજસ્થાન પોતાના વતન જતા રહેતા હોય છે. હોળીની ઉજવણી સંપન્ન કર્યા બાદ શીતળા સાતમ એટલે કે આઠમના પરત ફરતા હોવાના લીધે આઠ દિવસ સુધી ડીસા માર્કેટ યાર્ડ બંધ કરી દેવાની ફરજ પડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાનમાં ગયેલા મજૂરો શીતળા સાતમની ઉજવણી કર્યા બાદ ડીસા પરત ફરશે.
આ પણ વાંચો : ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની બમ્પર આવક શરૂ
ડીસા માર્કેટયાર્ડ સાત દિવસ સુધી બંધ કરવામાં આવશે
ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃત જોશીએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં હોળીનો તહેવાર આવતો હોવાના લીધે ડીસા માર્કેટયાર્ડ સાત દિવસ સુધી બંધ કરવામાં આવશે. ખાસ કરીને ડીસા માર્કેટયાર્ડમાં મોટાભાગના મજૂરો રાજસ્થાનનો તહેવાર કરવા માટે પોતાના વતન તરફ જતા હોવાને લીધે સાત દિવસ સુધી ડીસા માર્કેટયાર્ડ અને મીની વેકેશન જાહેર કરી બંધ કરવામાં આવે છે. હોળી ધૂળેટીના તહેવાર પૂર્ણ થયા બાદ ફરીથી ડીસા માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : ડીસા માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજી શરૂ
8 દિવસ બાદ માર્કેટયાર્ડ ફરીથી ખુલશે
બનાસકાંઠા જિલ્લામાં ડીસાની વેપારીમથક માનવામાં આવે છે. જેના કારણે ડીસા માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં દરરોજની ખેડૂતો અલગ-અલગ પાકો લઈને આવતા હોય છે. આજે રવિવારથી હોળીના તહેવાર શરૂ થતો હોવાના કારણે તમામ મજૂર વર્ગના લોકો હોય તો લેટિના તહેવારની ઉજવણી કરવા રાજસ્થાન તરફ જતા રહ્યા છે. જેના કારણે સાત દિવસ સુધી ડીસા માર્કેટયાર્ડમાં મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. વેકેશન 8 દિવસ બાદ પૂર્ણ થશે અને ફરીથી ડીસા માર્કેટયાર્ડ શરૂ થતા તમામ ધંધા-રોજગાર શરૂ થશે.