ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની ચૂંટણીઓના વિવાદોમાં બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન આમને-સામને - Deesa market yard

ઉત્તર ગુજરાતમાં ઊંઝા બાદ આવકમાં બીજો નંબર ધરાવતું ડીસાના માર્કેટ યાર્ડના સંચાલક મંડળની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં શુક્રવારના રોજ ચેરમેન માટેની ચૂંટણી યોજાનાર હતી. પરંતુ અંતિમ સમયે આ ચૂંટણી મોકૂફ રાખવા અંગે જિલ્લા રજીસ્ટરે સૂચના આપતા આ ચૂંટણી મોકૂફ રહી હતી. પરંતુ ત્યારબાદ શરૂ થયેલા ખેલે સહુ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કેવી રીતે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન માવજીભાઇ દેસાઇએ બજાર સમિતિના સભ્યોને બોલાવીને ચૂંટણી યોજી દીધી અને પોતે જ ચેરમેન પદનો તાજ ફરી ગ્રહણ કરી લીધો હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત માવજીભાઇએ આજે મોટા રાજકીય નેતાઓ સામે પણ કેટલાક સંગીન આક્ષેપ કર્યા છે. સાથે-સાથે માવજીભાઈ દ્વારા ચેરમેન પદ માટે કરવામાં આવેલા દાવાને પણ બજાર સમિતિના અન્ય ઉમેદવારે ગેર બંધારણીય જણાવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની ચૂંટણીઓના વિવાદોમાં બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન આમને-સામને

author img

By

Published : Sep 11, 2020, 10:48 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે માવજીભાઇ દેસાઇ છે અને વર્તમાન ચેરમેન માવજીભાઇ દેસાઇનો ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તરીકેનો કાર્યકાળ પૂરો થતા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની શુક્રવારના રોજ ચૂંટણી યોજાનાર હતી. શુક્રવારના રોજ 11 વાગ્યે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ જિલ્લા રજીસ્ટર દ્વારા આ ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આ ચૂંટણી મોકૂફ રખાઇ હતી.

બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની ચૂંટણીઓના વિવાદોમાં બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન આમને-સામને
બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની ચૂંટણીઓના વિવાદોમાં બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન આમને-સામને

ચૂંટણી મોકૂફ રખાયા બાદ માવજીભાઇ દેસાઇએ બજાર સમિતિના સભ્યોને બોલાવી ડીસા એ.પી.એમ.સી.માં જ બોર્ડ બોલાવી દીધું હતું અને પોતાની તરફેણમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન કરીને પોતે જ ચેરમેન પદનો તાજ પહેરી લીધો હોવાનો દાવો કર્યો હતો. સાથે-સાથે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન માવજીભાઇ દેસાઇએ મીડિયા સામે સનસનીખેજ આક્ષેપો કરતાં સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાગરમી આવી ગઈ છે. માવજીભાઇએ મીડિયા સાથેની વાતચીતમાં આ ચૂંટણી મોકૂફ રાખવા પાછળ પૂર્વ ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઇ ચૌધરીને જવાબદાર ઠેરવ્યા છે. શંકર ચૌધરી અને માવજીભાઇ દેસાઇ અત્યારે પણ બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સાંભળી રહ્યા છે. પરંતુ બનાસ ડેરીની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે અને તેના લીધે એક સમયે એકબીજાના નિકટ માનવામાં આવતા માવજીભાઇ દેસાઇ અને શંકરભાઇ ચૌધરી વચ્ચે દરાર પડી છે.

માવજીભાઇ દેસાઇએ શંકરભાઇ ચૌધરી પર આક્ષેપ કરતાં જણાવ્યુ કે બનાસકાંઠા જિલ્લામાં શંકરભાઇ ચૌધરીની આગેવાનીમાં ભાજપ નબળું પડતું જઇ રહ્યું છે અને શંકરભાઇ ચૌધરી અને શશિકાંતભાઈ પંડ્યાના ઇશારે આ ચૂંટણી મોકૂફ રાખવામા આવી છે. શંકરભાઇ ચૌધરી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી ચેરમેન પદેથી પોતાને દૂર કરવા માંગતા હોવાના લીધે આ રાજકીય દાવપેચ રમી રહ્યા છે.

તો બીજી તરફ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં માવજીભાઇએ ચેરમેન પદને ફરી મેળવ્યું હોવાનો દાવો કર્યો છે, ત્યારે તેમના આ દાવા અને માવજીભાઇ દેસાઇ દ્વારા બોલાવવામાં આવેલા બોર્ડને ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન માટેના ઉમેદવાર રૂપપુરી મહારાજ ગેર બંધારણીય જણાવી રહ્યા છે અને વધુમાં તેમણે જણાવ્યુ હતું કે જિલ્લા રજીસ્ટર દ્વારા જ્યારે ચૂંટણી મોકૂફ રાખવામા આવી હોય ત્યારે આ રીતે સભ્યોને બોલાવી ચૂંટણી યોજવી તે ગેર બંધારણીય છે અને નિયમોનુસર ચૂંટણી યોજાશે ત્યારે તે પોતે ચોક્કસ ચેરમેન બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે જે થયું તે રાજકીય સમીકરણોની ઉથલપાથલ કહી શકાય. એક સમયે જે માવજીભાઇ દેસાઇ અને શંકરભાઇ ચૌધરી વચ્ચે સારા સબંધો હતા તે સબંધો આજે પૂરેપૂરા વણસી ચૂક્યા હોવાની આ ઘટના ગવાહી આપી રહી છે. આજે માવજીભાઇએ જે રીતે સ્થાનિક ધારાસભ્ય અને શંકરભાઇ ચૌધરી પર આક્ષેપો કર્યા છે તે વિષે ધારાસભ્ય દ્વારા તો કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ હવે જોવાનું એ રહે છે કે આ બાબતે શંકરભાઇ ચૌધરીની શું પ્રતિક્રિયા આવે છે અને આગામી સમયમાં યોજનારી બનાસ ડેરીની ચૂંટણી પર આ ઘટનાની શું અસર જોવા મળે છે?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.