બનાસકાંઠા જિલ્લામાં વેપારી મથક તરીકે જાણીતા ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા એ લોકોના માથાના દુખાવા સમાન બની હતી. ડીસાના આવે પર થતા ટ્રાફિકજામના કારણે લોકોને પોતાના વાહનો લઇ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ને રહેવું પડતું હતું. બપોરના બાર વાગ્યાના સમયે તો તમામ શાળાઓ છૂટતા ડીસા શહેરના તમામ ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામ હતું. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને બે કલાક સુધી આ ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડતું, જે બાદ તાત્કાલિક ધોરણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં આ બાબતે સ્થાનિક લોકો દ્વારા આ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રજૂઆતો કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ડીસા વાસીઓની રજૂઆતો સાંભળે તાત્કાલિક ધોરણે કરોડોના ખર્ચે ફલાયઓવર બ્રીજ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ હાલમાં ફ્લાય ઓવર બ્રિજનું કામકાજ શરૂ થતા હાલમાં શહેરમાં મોટી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેનું કારણ એ છે કે ઓવર બ્રિજનું કામકાજ શરૂ થતાં હાલમાં માત્ર એક બાજુ રસ્તો ચાલુ હોવાના કારણે અહીંયા બપોરના મોટા પ્રમાણમાં ટ્રાફિક થાય છે, જે ટ્રાફિક ન થાય તે માટે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ડીસા ડી વાય એસ પી, ડીસા ટ્રાફિક પી.આઈ અને પોલીસ સ્ટાફ સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિકને અડચણરૂપ થતા સાધનો હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને આગામી સમયમાં જ્યાં સુધી ફ્લાયઓવર બ્રિજનું કામકાજ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે માટે વાહન ચાલકોને સૂચનાઓ આપવામાં આવી હતી.