ડીસા શહેરમાં આવેલી ડીસા નગરપાલિકા સંચાલિત એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ ગરીબ અને મધ્યમવર્ગના વિધ્યાર્થીઓ માટે તક્ષશીલા સમાન છે. આમ તો આ શાળાની સ્થાપના અંગ્રેજોના સમયમાં સન 1853માં થઈ હતી, પરંતુ ત્યારબાદ આ શાળાનું સંચાલન ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવતા અત્યારે આ શાળામાં અભ્યાસ કરતાં લગભગ 5000થી વધુ વિર્ધાર્થીઓને કોઈપણ જાતની ફી વગર અભ્યાસ આપવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતાં સચિન પ્રજાપતિ અને અંજલિ ખત્રિ નામના બે વિર્ધાર્થીઓએ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં A અને B એમ બંને ગ્રૂપમાં ડીસા સેન્ટરમાં પ્રથમ નંબરે આવ્યા છે..
ડીસા નગરપાલિકા દ્વારા પણ શાળાના શિક્ષણ સ્તરને ઉમદા બનાવવા માટે શાળાના સંચાલકોને તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવી રહ્યો છે. શાળાના હોનહાર વિર્ધાર્થીઓ દ્વારા મેળવવામાં આવેલા આ પરિણામથી પાલિકા પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન પણ સંતોષ વ્યક્ત કરવાની સાથે સાથે બાળકો તથા શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
ડીસા સેન્ટરમાં પ્રથમ નંબર મેળવનાર વિધાર્થી સચિન પ્રજાપતિના પિતા એક સામાન્ય મજૂર છે. વિનોદ પ્રજાપતિએ કરિયાકામ કરે છે. પોતાના દીકરાએ પ્રથમ નંબર મેળવતા વિનોદ પ્રજાપતિ ભાવુક થઈ ગયા હતા.