બનાસકાંઠાઃ જિલ્લામાં ડેઢા ગ્રામ પંચાયતને લોકો દ્વારા તાળું મારાવનામાં આવ્યું હતુ. તલાટીની અનિયમીતતાથી કંટાળેલા ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે રોષે ભરાયેલા લોકોએ ગ્રામ પંચાયતને તાળું મારી વિરોધ દર્શાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક વિવાદો બહાર આવી રહ્યા છે. જેના કારણે ક્યાંક દૂધ મંડળીઓ પર તાડાબંધ થાય છે. તો ક્યાંક પંચાયતો પર તાળાબંધી કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં લોકો ભ્રષ્ટાચારથી કંટાળી અનેક સહકારી મંડળો ખાતે તાળાબંધી કરી રહ્યા છે.
હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની ચૂંટણીઓ આવી રહી છે. જેને લઇને જિલ્લામાં એક પછી એક અનેક વિવાદો બહાર આવી રહ્યા છે, ત્યારે ધાનેરાના ડેઢા ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી તલાટીની અનિયમિતતાને લીધે લોકો પરેશાન હતા. જે મામલે ગ્રામજનોએ ધાનેરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ તલાટીની અનિયમીતતા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં જેના કારણે ગામનો વિકાસ રૂંધાતો હતો અને લોકોના પણ અનેક કામો અટવાઇ પડયા હતા.
![બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વિવાદના કારણે ડેઢા ગ્રામ પંચાયતને તાળાબંધી કરાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-03-talabandhi-gj10014_17092020183920_1709f_1600348160_634.jpg)
જથી ગ્રામજનોએ ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત કરી હતી અને તલાટીની બદલી કરવાની માગ કરી હતી. તેમ છતાં પણ આ મામલે કોઇ જ કાર્યવાહી ન થતા આખરે કંટાળેલા ગ્રામજનોએ ગ્રામ પંચાયતને તાળું માર્યુ હતું. ગ્રામજનોએ ડેઢા ગ્રામ પંચાયત કચેરીને તાળું મારી રામધૂન બોલાવી હતી. તેમજ નિંદ્રાધીન તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
અને જ્યાં સુધી તલાટીની બદલી નહીં થાય ત્યાં સુધી તાળું ખોલવાનો પણ ઇન્કાર કર્યો હતો, ત્યારે હવે ગ્રામજનોના વિરોધ બાદ તંત્ર તલાટી સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.